પ્રવૃત્તિઓ
ખાતાનાં જુદાં જુદાં કાર્યો અને જવાબદારીઓ
- પ્રયોજિત પ્રૌદ્યોગિકી ખૂબ ટૂંકા સમયની અંદર સંખ્યાબંધ ખેડૂતોને તબદીલ તાય તે સુનિશ્ચિત કરવું.
- સિંચાઇ, ભલામણ કરેલાં બીજ, રસાયણી ખાતર, કીટ દવાઓ, સુધારેલાં સાધનો વગેરે સહિત તમામ યોગ્ય ગુણવત્તાવાળી ઉત્પાદક સામગ્રી વાજબી કિંમતે ઉપલભ્ય થાય તેવી વ્યવસ્થા કરવી.
- સૂકા ખેડવાણ વિસ્તારો, સિંચાઇ ક્ષેત્રો અને ક્ષારીય વિસ્તારોમાં સિંચાઇ પાણી અને જમીન વિકાસના કાર્યક્રમો હાથ ધરવા અને તેનો ખૂબ ઝડપથી અમલ કરવો.
- પૂરતું ધિરાણ અને ધિરાણની સમયસર પરત ચુકવણી થાય તે સુનિશ્ચિત કરવું.
- ગ્રાહકના અર્થતંત્ર અને હિતની સમગ્રતયા જરૂરિયાતોને ધ્યાનમાં લઇને, ખેડૂતોને વધારે પાક ઉગાડવામાં અને ઉત્પાદકતા સુધારવા પૂરતું પ્રોત્સાહન મળી રહે તે માટે તેમના દરેક પાકને લાભપ્રદ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવું.
- આબોહવાનાં જોખમ અને અનિશ્ચિતતા સામે રક્ષણ પૂરું પાડવું.
- ઇઝરાઇલ પ્રૌદ્યોગિકી અપનાવીને સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનાં ઉપયોગ કરીને પાક ઉત્પાદન વધારવું.
- પાણીના સંચયની જુદી જુદી પદ્ધતિઓ અપનાવીને ભૂગર્ભ પાણીનાં સંશાધનો હેઠળ વરસાદી પાણીનો સંગ્રહ કરવો.
- સંકર/સુધારેલાં બીજનો ઉપયોગ કરીને વરસાદી ખેતીમાં ઉત્પાદન વધારવું.
- એકીકૃત કીટનાશક વ્યવસ્થાપન પ્રૌદ્યોગિકી અપનાવીને કીટનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવો.