આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

એજીઆર ૩ (કૃષિ યાંત્રિકીકરણ) એસ.ટી. ખેડૂતો માટેની યોજના

યોજના વિષેની ટુંકી માહિતી

 • રાજયમાં ઉદ્યોગીકરણ અને શહેરીકરણના કારણે ખેતમજૂરોની ખૂબ જ અછત પ્રવર્તે છે. ઓછા ખર્ચે સારૂ અને વધુ ખેત ઉત્પાદન મેળવી કૃષિ ઉદ્યોગોને સફળ બનાવવા માટે કૃષિ યાંત્રિકરણનો વ્યાપ વધારવો અનિવાર્ય છે. કૃષિ યાંત્રિકરણ થવાથી ખેડૂત કુદરતી અમુલ્ય સ્ત્રોત જેવા કે, જમીન, પાણી તથા વાતાવરણનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરીને ઓછા ખર્ચે સારી ગુણવતાવાળુ અને વધુ ખેત ઉત્પાદન મેળવી શકે છે. આમ, કૃષિ યાંત્રિકીકરણનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર પુરસ્કૃત "સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન” યોજના અમલમાં છે તે સિવાયના ૨૦૮ તાલુકામાં અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે એજીઆર ૩ (કૃષિ યાંત્રિકીકરણ) યોજના હેઠળ સહાય આપવામાં આવે છે.
 • ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

 • અનુ. જન જાતિનો રાજ્યનો કોઇ પણ ખેડૂત ("સબમીશન ઓન એગ્રીકલ્ચરલ મીકેનાઈઝેશન” યોજના અમલમાં છે તે સિવાયના ૨૦૮ તાલુકાનો) આ યોજનાનો લાભ લઇ શકે છે.

યોજનાનાં લાભો

એજીઆર ૩ (કૃષિ યાંત્રિકીકરણ) યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.

અ. નં. મૂખ્ય ઘટકનું નામ મૂખ્ય ઘટકમાં સમાવેશ થતા વિગતવાર ઘટકનું નામ સહાયનું ધોરણ
પાવર ટીલર પાવર ટીલર (૮ બ્રેક હોર્સ પાવરથી નીચે) કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- પાવર ટીલર (૮ બ્રેક હોર્સ પાવર અને તેથી ઉપર) કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૬૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
રાઈસ ટ્રાસપ્લાંટર સેલ્ફ પ્રોપેલ્ડ રાઈસ ટ્રાંસપ્લાંટર
(૪ હાર )
કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૮૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- સેલ્ફ પ્રોપેલ્ડ રાઈસ ટ્રાંસપ્લાંટર
( ૪ થી વધુ અને ૧૬ હાર)
કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૧.૫૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
સેલ્ફ પ્રોપેલ્ડ મશીનરીઝ સેલ્ફ પ્રોપેલ્ડ રીપર કમ બાઈંડર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧.૦૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- સેલ્ફ પ્રોપેલ્ડ રીપર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- સેલ્ફ પ્રોપેલ્ડ પોસ્ટ હોલ ડીગર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- સેલ્ફ પ્રોપેલ્ડ રોટરી પાવર ટીલર; સેલ્ફ પ્રોપેલ્ડ પાવર વીડર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
--//-- સેલ્ફ પ્રોપેલ્ડ બ્રશ કટર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૦ ટ્રેકટર / પાવર ટીલર સંચાલિત ઓજાર /સાધન એમ. બી. પ્લાઉ; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૧ મીકેનીકલ રીવર્સીબલ એમ. બી. પ્લાઉ; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૨ હાઈડ્રોલિક રીવર્સીબલ એમ. બી. પ્લાઉ; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૩ --//-- ચીજલ પ્લાઉ; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૪ ડીસ્ક પ્લાઉ; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૫ રોટરી પ્લાઉ; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૬ કલ્ટીવેટર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૭ બ્લેડ હેરો; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૮ --//-- ડીસ્ક હેરો; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૧૯ --//-- રોટરી ડીસ્ક હેરો કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૦ --//-- રોટાવેટર (રોટરી ટીલર) કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૧ --//-- લેંડ લેવલર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૨ --//-- લેસર લેંડ લેવલર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૬૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૩ --//-- ફરો ઓપનર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૪ --//-- રીઝર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૫ --//-- બંડ ફોર્મર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૭ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૬ --//-- પોસ્ટ હોલ ડીગર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૭ --//-- સબ સોઈલર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૮ --//-- ફર્ટીલાઈઝર બ્રોડ કાસ્ટર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૨૯ --//-- સીડ ડ્રીલ; સીડ કમ ફર્ટીલાઈઝર ડ્રીલ; સ્ટ્રીપ ટીલ ડ્રીલ; ઝીરો ટીલ સીડ ડ્રીલ;સીડ કમ ફર્ટીલાઈઝર પ્લાંટર; રેઝ & ફરો પ્લાંટર; રેઝ– બેડ પ્લાંટર; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૦ --//-- પોટેટો પ્લાંટર; પોટેટો ડીગર; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૧ --//-- ગ્રાઉંડનટ ડીગર; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૨ --//-- રીપર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૩ --//-- રીપર કમ બાઈંડર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૪ ટ્રેકટર / ઓઈલ એંજિન/ઈલે. મોટર સંચાલિત સાધન થ્રેસર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૫ --//-- કલીનર કમ ગ્રેડર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૬ ટ્રેકટર / પાવર ટીલર સંચાલિત ઓજાર /સાધન મોબાઈલ શ્રેડર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૭ --//-- સ્લેશર; કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૮ --//-- સ્ટ્રો રીપર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૩૯ --//-- સ્ટબલ સેવર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૪૦ ટ્રેકટર / ઓઈલ એંજિન/ઈલે. મોટર સંચાલિત સાધન ચાફ કટર કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.
૪૧ ઈલે. મોટર સંચાલિત સાધન વીનોવીંગ ફેન કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે.

યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.

ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.

આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે

ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)

 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation