આકસ્મિક પાક આયોજન ૨૦૧૭ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

એ.જી.આર-૩ યોજના

આદિજાતી પેટા વિસ્તારમાં તથા આદિજાતી વિસ્તાર બહાર વસતા આદીવાસી ખેડુતોને વધુ ઉત્પાદન આપતી જાતોના પ્રમાણિત બિયારણો અને રાસાયણિક ખાતરો સહાયીત દરે પુરા પાડવાની યોજના.

યોજનાનું વર્ણન

આદિજાતી વિસ્તાર પેટા યોજનાના (ટીએએસપી અને આઉટસાઇડ ટીએએસપી) હેઠળના વિસ્તારમાં સમાવેશ થયેલ જીલ્લાઓના તાલુકાના વિસ્તારોના ખેડુતો વધુ પાક ઉત્પાદન મેળવે અને આર્થિક રીતે સમૃધ્ધ થાય તેવો યોજનાનો મુખ્ય હેતુ છે.

૧૦૦ % રાજ્ય પુરસ્કૃત યોજના છે.

આ યોજના હેઠળ ખેડુતો ખેતી માટે જરૂરી એવા ખેડુતો ખેતી માટે જરૂરી એવા રાસાયણિક ખાતરો, હાઇબ્રીડ બિયારણના કિટસ, ખેત ઓજારો, દવા છાંટવાના પંપ, બળદ-પાડા, બળદ ગાડા, તાડપત્રી, ખુલ્લી પાઇપલાઇન, ઓઇલ એંજિન, ઇલેક્ટ્રીક મોટર, નવા કુવા, બ્લાસ્ટિંગ દાર, પંપસેટ, પાઇપ લાઇન, સેન્દ્રિય ખાતર, વર્મીં કંમ્પોષ્ટ, જંતુનાશક દવાઓ, આઇ.પી.એમ સાધનો, બી.પી.એલ. કિટસ, ટપક અને ફુવારા પિયત પધ્ધતિ, રાસાયણિક ખાતરો અને હાઇબ્રીડ બિયારણોના કિટસ, ક્ષેત્રિય નિદર્શન, કૃષિ મેળા/પ્રદર્શન, ખેડુત શિબિર, સામુહિક કૃષિ વિકાસ, ખેતી વિજકરણ જેવા ઘટકોનો સમાવેશ થાય છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરિયાત

આ યોજનાનો લાભ આદિજાતી વિસ્તાર પેટા યોજનાના (ટીએએસપી અને આઉટસાઇડ ટીએએસપી) હેઠળના વિસ્તારમાં સમાવેશ થયેલ જીલ્લાઓના તાલુકાના વિસ્તારોના ખેડુતો લઈ શકે છે.

યોજનાના લાભ

રાજ્યમાં ખેડુતોને ખેતી માટે જરૂરી કૃષિ વિષયક સામગ્રી પુરી પાડી પાક ઉત્પાદન વધારવું.

યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

સંબંધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી/તાલુકા કક્ષાએ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકને અરજી કરવાની રહેશે.

વન અધિકાર અધિનિયમ હેઠળ ના લાભાર્થીઓને કૃષિ,સહકાર અને ખેડૂત વિભાગની યોજનાઓ નો લાભ આપવા બાબત
  • ભારત નું નેશનલ પોર્ટલ
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • સોઇલ હેલ્થ કાર્ડ
  • કૃષિ અને સહકાર વિભાગ
  • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
  • ભારતીય હવામાન વિભાગ
  • Vibrant Gujarat Summit 2017
  • DigiLocker
Go to Navigation