આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

એ.જી.આર. ૫૦ યોજના

યોજનાની વિગતવાર માહિતી

વર્ષ ૨૦૧૦-૧૧ સુધી ખેડુતોને ટ્રેક્ટર ખરીદીમાં સહાય માટેની રાજ્યમાં કેન્દ્ર પુરુસ્કૃત યોજના અમલમાં હતી. ટ્રેક્ટરની અગત્યતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારશ્રીની ફાર્મ મીકેનાઇઝેશન વધારવાની કટીબધ્ધતા અને ખેડુત સમાજ તરફથી માંગને પોહચી વળવા રાજ્યની પ્લાન યોજના હેઠળ એ.જી.આર. ૫૦ ટ્રેક્ટર સહાયની યોજના વર્ષ ૨૦૧૧-૧૨ થી ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે.

ટ્રેક્ટરની જે તે મોડલની કિંમત સમગ્ર રાજ્યમાં અલગ અલગ હતી. પરીણામે નાના સિમાંત ખેડુતો કે જે નેગોશીએશન કરી શકતા ન હતા, તેઓને પ્રમાણમાં વધારે કિંમત ચુકવવી પડતી હતી. જેથી રાજ્ય સરકારશ્રીએ ટ્રેક્ટરનું જે તે મોડેલ સમગ્ર રાજ્યમાં એકજ કિંમતે અને સ્પર્ધાત્મક ભાવો સાથે તમામ ખેડૂતોને ઉપલબ્ધ બને તે માટે વર્ષ ૨૦૧૪-૧૫થી ટ્રેક્ટરની કંપનીઓના મોડેલને એમ્પેનલમેન્ટ કરવામાં આવ્યું

૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.

ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે.

યોજનાના લાભ

ફાર્મ મીકેનાઇઝેશનનો વ્યાપ વધારવામાં અને ફાર્મ પાવર અવેલેવીલીટી વધારવામાં ટ્રેક્ટરએ અગત્યનું સાધન છે. પાવર સંચાલીત ઓજારો રાજ્યમાં ખેડુતો અપનાવે તે માટે ટ્રેક્ટર હોવું આવશ્યક છે તેથી નીચે મુજબ ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપવામાં આવે છે.

  • ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલના ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે સરકાર માન્ય મોડેલ. ખાતા દીઠ વધુમાં વધુ એક માટે
  • ૪૦ પી.ટી.ઓ હોર્સ પાવરથી વધુ અને ૬૦ પી.ટી.ઓ હોર્સ પાવર સુધીના મોડેલના ખર્ચના ૨૫% અથવા રૂ. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે સરકાર માન્ય મોડેલ. ખાતા દીઠ વધુમાં વધુ એક માટે

યોજનાનો લાભ લેવાની પધ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.

ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.

આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

અરજી પત્રકનો નમુનો/ ઠરાવ

અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે

ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)

આ યોજના માટે અરજી પત્રક કેવી રીતે મેળવવું?

આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.

આ યોજના માટે વધુ માહિતી અથવા માર્ગદર્શીકા મેળવવા શુ કરવું ?

આ યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.

આ યોજના માટેના સંપર્ક અધિકારીશ્રી કોઇ છે?

આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.

  • ભારત નું નેશનલ પોર્ટલ
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • સોઇલ હેલ્થ કાર્ડ
  • કૃષિ અને સહકાર વિભાગ
  • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
  • ભારતીય હવામાન વિભાગ
  • Vibrant Gujarat Summit 2019
  • DigiLocker
Go to Navigation