આકસ્મિક પાક આયોજન ૨૦૨૦ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

ખેડૂત મહિલાઓ અને ભાઈઓ માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ

વધુ પેદાશી જાતો અને ખેડૂતોને તાલીમ અને શિક્ષણ કાર્યક્રમની આ યોજના જેન્ડર ઓડીટ અંતર્ગત મંજૂર થયેલ. વિવિધક્ષેત્રે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે તેમજ કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રે મહિલાઓનો ખૂબ જ ફાળો રહેલો હોય છે તેથી મહિલાઓનું સ્થાન કૃષિક્ષેત્રે વધે તે જરૂરી છે તેથી પ્રથમ આ યોજના અંતર્ગત ખેડૂત મહિલાઓ માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ : ૨૦૧૨-૧૩ માટે તા.૧૯/૦૪/૨૦૧૨ માં મંજૂર થયો અને સને ૨૦૧૩-૧૪ માં મહિલાઓ માટે તા.૦૯/૦૪/૨૦૧૩ અને ખેડૂતભાઈઓ માટે તા.૧૭/૦૫/૨૦૧૩ થી મંજૂર થયો. હવે, વર્ષ : ૨૦૧૪-૧૫ થી ખેડૂત મહિલાઓ અને ભાઈઓ માટે સંયુક્ત રીતે મંજૂર થાય છે.

આ યોજના અંતર્ગત ખેડૂત પરીવારની મહિલાઓ અને ભાઈઓ તથા યુવાઓને કૃષિલક્ષી અને તેને સંલગ્ન વિષયોનું વૈજ્ઞાનિક માર્ગદર્શન તેમજ કેન્દ્ર/રાજ્ય સરકારશ્રીની વિકાસલક્ષી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા નવી ટેકનોલોજી વાકેફ કરવા વિવિધ તાલીમ આપવામાં આવે છે.

વર્ષ : ૨૦૧૮-૧૯ માં સદરહું "ખેડૂત મહિલાઓ અને ભાઈઓ માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ” તા.૧૧/૦૪/૨૦૧૮ નાં રોજ નીચેનાં તાલીમ ઘટકો સાથે મંજૂર થયેલ છે.

તાલીમનાં વિવિધ ઘટકો :

 • પ્રિસિઝનલ કેમ્પ (ગ્રામ્ય કક્ષાએ)
 • સંસ્થાકીય તાલીમ વર્ગ (ચાર દિવસીય)
 • યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ (પાંચ દિવસીય)
 • શેરીંગ ફોલોઅપ કેમ્પ (ગ્રામ્ય કક્ષાએ)
 • કૃષિમેળો (કૃષિ સ્ટોલ્સ, સ્પર્ધાઓ, પરિસંવાદ)
 • રાજ્યની અંદર શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ (સાત દિવસીય)
 • રાજ્યની બહાર શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ (દસ દિવસીય)
 • આંતર રાષ્ટ્રીય શૈક્ષણિકપ્રેરણા પ્રવાસ (દસ દિવસીય)
 • રાજ્ય કક્ષાનો શેરીંગ વર્કશોપ

યોજનાનો લાભ કોણ લઈ શકે?

ખેડૂત પારીવારની મહિલાઓ, ભાઈઓ અને યુવાઓ

યોજનામાં મળતા લાભો

કૃષિ અને તેને સંલગ્ન વિષયોની અધતન માહિતી તાલીમના વિવિધ ઘટકો હેઠળ પુરી પાડવામાં આવે છે.

યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય

યોજનાનો લાભ મેળવવા માટે દરેક જીલ્લામાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્રનો સંપર્ક સાધી તાલીમ વર્ગમાં ભાગ લઇ શકે છે અથવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવકનો સંપર્ક કરવો.

યોજનાની સિધ્ધિ અને સફળવાર્તાઓ

વર્ષ : ૨૦૧૭-૧૮ માં યોજના અંતર્ગત લાભાર્થીઓની સંખ્યા
અ.નં. ઘટક લાભાર્થીની સંખ્યા
પ્રિસિઝનલ કેમ્પ (ગ્રામ્ય કક્ષાએ) ૨૬૧૯૦
સંસ્થાકીય તાલીમ વર્ગ (ચાર દિવસીય) ૧૪૬૫૭
યુવા સંસ્થાકીય તાલીમ વર્ગ (પાંચ દિવસીય) ૧૪૩૩
શેરીંગ ફોલોઅપ કેમ્પ (ગ્રામ્ય કક્ષાએ) ૧૪૫૨૩
કૃષિમેળો (કૃષિ સ્ટોલ્સ, સ્પર્ધાઓ, પરિસંવાદ) ૫૭૪૬૩
રાજ્યની અંદર શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ (સાત દિવસીય) ૧૮૭૬
રાજ્યની બહાર શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ (દસ દિવસીય) ૧૮૨૪

યોજનાના સંબધિત ઠરાવ અથવાઅરજીપત્રક

સફળ કિસ્‍સા

યોજના સંલગ્ન ફોટોગ્રાફસ જો કોઈ હોય તો

ખેડૂત મહિલાઓ અને ભાઈઓ માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનાં ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લીક કરો.
 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation