આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના

પ્રસ્તાવના

ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના ૨૬ મી જાન્યુઆરી, ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજના ૧૦૦% રાજ્ય સરકાર પુરુસ્કૃત યોજના છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકારશ્રી દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે. આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તા.૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત અમલમાં છે.

ઉદ્દેશ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.

સહાય કોને મળવાપાત્ર:

વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.

મુખ્ય શરતો

 • મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત (વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરેલી હોય) અથવા ખાતેદાર ખેડૂત સંતાન (પુત્ર/પુત્રી) અથવા ખાતેદાર ખેડૂતના પતિ / પત્ની હોવા જોઇએ.
 • મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય.
 • આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી.
 • મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોવી જોઇએ.
 • ૧૫૦ દિવસ માં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઇએ.

સુધારેલ સહાય ધોરણ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા:૧૩/૧૧/૨૦૧૮ ના સુધારા ઠરાવથી લાભાર્થીને નીચે મુજબની વીમા સહાય મળવાપાત્ર થાય છે.

 • અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ
 • અકસ્માતને કારણે બે આંખ / બે અંગ / હાથ અને પગ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ ( આંખના કિસ્સામાં ૧૦૦% સંપૂર્ણ દૃષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોય)
 • અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦% લેખ રૂ. ૧.૦૦ લાખ

યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબ વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

 • I. પતિ અથવા પત્ની : તેમની ગેરહયાતીમાં
 • II. તેમના બાળક-પુત્ર/પુત્રી : તેમની ગેરહયાતીમાં
 • III. તેમના મા-બાપ : તેમની ગેરહયાતીમાં
 • IV. તેમના પૌત્ર/પૌત્રી : ઉક્ત I, II, III ની ગેરહયાતીમાં
 • V. લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યક્તા બહેન
 • VI. ઉપરોક્ત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

આ યોજનાનો લાભ કેવી રીતે મળે

અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખાતેદાર ખેડૂતના વારસદારે અને અકસ્માતે અપંગતાના કિસ્સામાં ખાતેદાર ખેડૂતે નિયત નમુનામાં નીચે મુજબના સાધનિક કાગળો સહિતની અરજી મૃત્યુ તારીખથી ૧૫૦ દિવસની અંદર સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતે કરવાની રહેશે. ૧૫૦ દિવસ બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

દાવા અરજી સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો યાદી:

 • અકસ્માતે મૃત્યુ / કાયમી અપંગતા વીમા સહાય મેળવવા માટેની નિયત નમુનાની અરજી પરિશિષ્‍ટ- ૧,ર,૩, ૩(A),૪,અને ૫
 • ૭/૧૨, ૮-અ, ગામના નમુના નં.૬ (હક્ક પત્રક) (મૃત્યુ તારીખ પછીના પ્રમાણિત ઉતારા)
 • પી.એમ. રીપોર્ટ
 • એફ.આઇ.આર, પંચનામા રીપોર્ટ, પોલીસ ઇન્ક્વેસ્ટ પંચનામુ અથવા કોર્ટ હૂકમ
 • મૃતકનુ મરણનુ પ્રમાણપત્ર, ઉંમરનો પૂરાવો
 • સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કેસ એપ્રુવ કર્યા અંગેનો રીપોર્ટ
 • કાયમી સંપૂર્ણ અપંગતાના કેસમાં મેડીકલ બોર્ડ/ સિવિલ સર્જનનું ફાઈનલ એસેસમેન્ટ દર્શાવતું પ્રમાણપત્ર તથા અપંગતા બતાવતો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટોગ્રાફ
 • મૃતક અકસ્માત સમયે વાહન ચલાવતા હોય તો તેમનુ વેલીડ ડ્રાઇવીંગ લાયસન્સ,
 • બાંહેધરી પત્રક
 • પેઢીનામુ
 • વારસદારના કેસમાં અસલ પેઢીનામુ (પતિ / પત્ની વારસદાર ના હોય તેવા કિસ્સામાં)
 • વીમા નિયામકશ્રી દ્વારા માંગવામાં આવે તે

યોજનામાં થયેલ નોંધપાત્ર સુધારાઓ :

નાણાં વિભાગના તા.૨૫.૦૬.૨૦૦૭ના ઠરાવથી રાજ્યના જુદા જુદા વિભાગો દ્વારા ચાલતી જુથ અકસ્માત વીમા યોજનાઓનું એકત્રીકરણ કરવામાં આવેલ, જેમાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનોં સમાવેશ થયેલ છે. તા.૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત યોજનાનોં અમલ કરવામાં આવે છે. નાણાં વિભાગના તા.૨૫.૦૬.૨૦૦૭ના ઠરાવમાં સુધારાઓ કરી તા.૦૧.૦૪.૨૦૧૩ના રોજ સર્વગ્રાહી ઠરાવ બહાર પાડવામાં આવેલ છે.

રાજય સરકારશ્રી દ્વારા ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં તા.૦૧/૪/૨૦૧૨થી ખાતેદાર ખેડૂત ઉપરાંત ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી)ને તથા તા.૦૧.૦૪.૨૦૧૬થી ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનોં સમાવેશ કરવામાં આવેલ હતો.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા.૧૩/૧૧/૨૦૧૮ના સુધારા ઠરાવથી ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજનામાં સહાય ધોરણમાં વધારો કરવા,ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાનને બદલે કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી)ને લાભ આપવા તેમજ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાની તારીખ સુધીમાં મહેસૂલી રેકર્ડમાં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતો આ યોજનામાં સમાવેશ કરવા ઠરાવવામાં આવેલ છે.

ફોર્મ અને ઠરાવ

ખાતેદાર ખેડૂત અસ્ક્માત વીમા યોજના ઠરાવો જોવા માટે અહી ક્લિક કરો..
 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation