આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
ફોરકાસ્ટ

ફોરકાસ્ટ (પાક અંદાજ)

દર વર્ષે ખેતી નિયામકની કચેરી દ્વારા જિલ્લાવાર પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદક્તાની માહિતી તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

તાલુકા વિકાસ અઘિકારીશ્રીઓ તરફથી ખરીફ ઋતુના કુલ-૨૦ પાકનો પ્રથમ પાક વર્તારો ઓગસ્ટ માસના અંત સુઘીમાં તથા અંતિમ વર્તારો નવેમ્બર માસમાં મોકલી આપવામાં આવે છે. રવિ ઋતુના કુલ-૧૬ પાકોનો પ્રથમ પાક વર્તારો જાન્યુઆરી માસના અંતમાં તથા અંતિમ પાક વર્તારો માર્ચ માસના અંત સુઘીમાં મોકલી આપવામા આવે છે. ઉનાળુ ઋતુના કુલ-૮ પાકોનો પ્રથમ પાકવર્તારો માર્ચ માસના અંત સુઘીમાં મોકલી આપવાનો હોય છે. પાક વર્તારા આધારીત વાવેતર વિસ્તાર, પાક કાપણી અખતરાના પરીણામના આઘારે ઉત્પાદન અને ઉત્પાદક્તાની વિગત તૈયાર કરવામાં આવે છે. આ માહિતી ભારત સરકાર, રાજ્ય સરકાર, કૃષિ યુર્નિવસીટી, સંશોધકો, ટેકનોક્રેટ, સંસ્થાઓ વગેરેને ઉપયોગી માહિતી પુરી પાડે છે.

ઉપરાંત ફોરકાસ્ટ ટેબલ ધ્વારા દર વર્ષે વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદક્તા અંદાજના આધારે એડવાન્સ એસ્ટીમેટ તૈયાર કરવામાં આવે છે જેમાં, સપ્ટેબ્મર માસમાં પ્રથમ, જાન્યુઆરી માસમાં બીજો, એપ્રિલ માસમાં ત્રીજો, જુલાઈ માસમાં ચોથો અને ડીસેમ્બર માસમાં ફાઈનલ એડવાન્સ એસ્ટીમેટ તૈયાર કરી પ્રસિધ્ધ કરવામાં આવે છે,

લાયકાત માટેના ધારાધોરણો

આ લાભાર્થીલક્ષી યોજના નથી. આ યોજના હેઠળ ઋતુવાર પાક વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉપાદકતાની માહિતીનું સંકલન કરવામાં આવે છે અને જિલ્લાવાર / પાકવાર વાવેતર વિસ્તાર, ઉત્પાદન, અને ઉપાદકતાની માહિતીનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે.

યોજનાના લાભ

રાજયમાં થતા મુખ્ય પાકોનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતાની માહિતી સરકાર, સંસ્થાઓ, સંશોધકો અને તજજ્ઞો વગેરે માટે ઉપયોગી છે.

યોજના અંતર્ગત થયેલ પ્રકાશનો

યોજનાના અંતર્ગત થયેલ પ્રકાશનો https://dag.gujarat.gov.in/estimate.htm

  • ભારત નું નેશનલ પોર્ટલ
  • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
  • સોઇલ હેલ્થ કાર્ડ
  • કૃષિ અને સહકાર વિભાગ
  • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
  • ભારતીય હવામાન વિભાગ
  • Vibrant Gujarat Summit 2019
  • DigiLocker
Go to Navigation