કૃષિ નિયામક

ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તે પોતાની આજીવિક પ્રત્યક્ષ રીતે આ વ્યવસાય માંથી મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ એ રોજગારી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને ગામડાના સર્વાગી વિકાસનુ સાધન છે. ગુજરાતની બીજી હરીયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે. કૃષિ મહોત્સવ અને કૃષિ સહાય યોજનાઓ થકી સર્વે ગ્રામજનો ખેતીની નવીન ટેકનોલોજીના મહત્તમ લાભ લે અને તે દ્રારા પોતાની ખેતી સમૃધ્ધ કરી રાજય અને દેશને પણ સમૃધ્ધ બનાવે તે માટે કૃષિ ખાતા દ્રારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

કૃષિમાં યાંત્રીકરણ

ખેડુતોએ યાંત્રીકરણ માટેશું કરવું જોઈએ

 • કૃષિમાં જમીન તૈયારીથી કાપણી થ્રેસીંગ સુધીના દરેક કામમાં યાંત્રીકરણ કરવું. ખેતરની સાઇઝ અને પાક પ્રમાણે યોગ્ય મશીનરીનો ઉપયોગ કરવો.
 • મોઘી મશીનરી ભાડેથી અથવા ખેડુતોના ગૃપ વચ્ચે લઇ શકાય.
 • કૃષિમાં યંત્રોનો ઉપયોગ વધારવો જેવાં કે ઝીરો ટીલેજ સીડ ડ્રીલ, રેઈઝ અને ફરો પ્લાન્ટર, લેઝર લેન્ડ લેવલર વગેરે.
 • ખેડુતોને મશીનરીના યોગ્ય ઉપયોગ અને નિભાવણી વિશે તાલીમ કેન્દ્રો તથા કેવીકે મારફત તાલીમ આપી શકાય.
વધુ જાણો...

બિયારણ વિષે જાણો

ખેડુતોએ બિયારણ માટે શું કરવું જોઈએ

 • સ્થાનિક હવામાન મુજબ ભલામણ કરેલ જાતનુ અને નિયત કરેલ અંતરે તેમજ ભલામણ કરેલ બિયારણ નો દર વાપરવો જોઇએ.
 • હંમેશા પ્રમાણીત બિયારણ અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદીને વાપરવા. બિયારણ ઠંડી, સુકી અને ચોખ્ખી જગ્યાએ સંગ્રહ કરેલ હોય ત્યાંથી ખરીદ કરવા.
 • હમેંશા જંતુનાશક દવાની માવજત આપેલ બિયારણ વાપરવુ જોઇએ, કે જેની ભૌતીક અને જનીનીક શુધ્ધતા અને ઉગાવાની ખાતરી કરેલ હોઇ.
વધુ જાણો...

પિયત સુવિધાઓ વિષે જાણો

ખેડુતોએ પિયત સુવિધાઓ માટે શું કરવું જોઈએ

 • ખેતીની સારી પધ્ધતિઓ અપનાવી જમીન અને પાણીનુ યોગ્ય જતન/સંગ્રહ કરવો.
 • ચેકડેમ અને ખેત તલાવડીઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવો.
 • પાણીના સંગ્રહીત વિસ્તારમાં બીજ ઉત્પાદન અને નર્સરીના ઉત્પાદનમાં યોગ્ય ફેરબદલ કરવી જોઇએ.
 • ટપક અને ફુવારા પિયત પધ્ધતિ અપનાવવાથી ૩૦ થી ૩૭ ટકા પાણીનો બચાવ થાય છે. અને ખેતી પાકોની ગુણવત્તા અને ઉત્પાદન વધે છે.
વધુ જાણો...
મીડિયા ગેલેરીખેતઓજારો/સાધનોની માન્યતા મેળવવા માટેનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે અહી કલીક કરો.
 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2017
 • DigiLocker
Go to Navigation