આકસ્મિક પાક આયોજન ૨૦૨૦ઓર્ગેનીક કોર્નર
ખાતા વિષે

પરિચય

ગુજરાતની બે તૃતીયાંસ વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તે પોતાની આજીવિક પ્રત્યક્ષ રીતે આ વ્યવસાય માંથી મેળવે છે. ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ એ રોજગારી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને ગામડાના સર્વાગી વિકાસનુ સાધન છે. ગુજરાતની બીજી હરીયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે. કૃષિ મહોત્સવ અને કૃષિ સહાય યોજનાઓ થકી સર્વે ગ્રામજનો ખેતીની નવીન ટેકનોલોજીના મહત્તમ લાભ લે અને તે દ્રારા પોતાની ખેતી સમૃધ્ધ કરી રાજય અને દેશને પણ સમૃધ્ધ બનાવે તે માટે કૃષિ ખાતા દ્રારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

હેતુ

ખેતીવાડી ખાતાનો મુખ્ય ઉદેશ ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક ખેતી પઘ્ધતિઓનું જ્ઞાન આપી જુ઼દી જુ઼દીયોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાદક્તા વધારી, ખેત પેદાશોમાં વધારો કરી રાજયની જરૂરીયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવા સાથે ઉપલબ્ધ પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે સૂક્ષ્મપિયત પઘ્ધતિ ના ઉપયોગનો વ્યાપ વધે તથા જમીન સ્વાસ્થ્ય સુચીપત્રના આધારે સપ્રમાણ ખેત સામગ્રીનો વપરાશ થાય તેવા પ્રયત્નો કરવામા આવી રહેલ છે.

ખાતાનું વહીવટી માળખુ

ખેતી નિયામક્ની ક્ચેરી, ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગનાને જાહેઠળ કામ કરેછે. વિભાગની વહીવટી નિયંત્રણ હેઠળ ખેતી નિયામકની કચેરીમાં રાજ્ય કક્ષા એ અને ક્ષેત્રીય કક્ષા એ વહીવટી માળખુ ગોઠવાયેલ છે.

વ્યવસ્થા તંત્ર

ખેતી વિષયક વિસ્તરણ પ્રવૃતિ

આ યોજનાનો ઉદેશ અઘ્યતન વૈજ્ઞાનિક કૃષિ પઘ્ધતિઓ થી ખેડૂતોને વાકેફ કરવાનો તેમજ ખેતી ક્ષેત્રે થયેલ સંશોધનો ખેતર સુધી પહોંચાડવાનો છે. આ માટે રાજયના વિસ્તારોનેવિભાગીય/જિલ્લા/પેટાવિભાગ અને તાલુકાઓમાં વહેંચીને યોજનાના અમલ માટે તંત્ર ગોઠવાયેલ છે. કૃષિ વિસ્તરણ તંત્રનું અસરકારક અમલીકરણ થઇ શકે તે માટે રાજય ને ૬ વિભાગમા (રાજકોટ, જુ઼નાગઢ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત) મુજબ વહેંચવામાં આવેલ છે. સંશોધિત થયેલ ભલામણો ખેડૂતો સુધી પહોંચે અને અપનાવતા થાય તે માટે રાજયના વિસ્તરણ તંત્ર દ્વારા ખેડૂત તાલીમો, આકશવાણી તેમજ દુરદર્શન ઉપર ખેતી લક્ષી વૈજ્ઞાનિક અભિગમ અંગેના કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે.

ખેડૂત તાલીમ

વર્ષ ૨૦૦૮-૦૯ થી રાજ્યના ૨૬ જીલ્લાઓના ખેડુત તાલીમ કેન્દ્ર અમલીકરણ થઇ રહેલ છે. જેમાં ખેડુત ભાઇઓ અને બહેનોને ખેતી સંલગ્ન વિષયોની તાલીમ આપવામાં આવેલ છે જ્યાં ક્ષેત્રિય ક્ક્ષા એ ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક અને નાયબ ખેતી નિયામક (તા.) અને સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) સક્રિય રીતે કામગીરી બજાવી રહેલ છે.

આત્મા પ્રોજેક્ટ

આત્મા પ્રોજેક્ટમાં સ્ટેટનોડલ અધિકારીશ્રી, આત્મા અને નિયામક શ્રી સમેતી કૃષિભવન, ગાંધીનગર દ્ધારા ભારત સરકારશ્રી ના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં છે. જિલ્લા ક્ક્ષા એ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને આસી. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જીલ્લાની તમામ કામગીરી સંભાળે છે. આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી, બાગાયત, પશુપાલન, કૃષિ યુનિવર્સીટીઓ અને સંલગ્ન ખાતાઓ તથા કૃષિ સાથે સંક્ળાયેલ સહકરી, ખાનગી સંસ્થાઓ સાથે કૃષિને લગતી વિસ્તરણને લગતી પ્રવૃત્તિઓ ખેડૂતોને સાથે રાખીને કરે છે. આ યોજના ૯૦:૧૦ કેન્દ્ગ પુરસ્કૃત યોજના હેઠળ આવરી લીધેલ છે.

ગુણવત્તા નિયંત્રણ અને ખેત સામગ્રી

ખેડૂતોને બિયારણ, ખાતર, જંતુનાશક દવા જેવા ખેતી ઇનપુટ સસામગ્રી સમયસર અને ગુણવત્તા યુક્ત મળે તે માટે ખેત ઉત્પાદન સામગ્રી અને વિતરણ વ્યવસ્થા તથા ગુણવત્તા નિયંત્રણ ઉપર વધુ ઘ્યાન કેન્દ્ગીત કરવામા આવે છે.

ખાતર

રાજયમાં રાસાયણિક ખાતરો ખેડુતોને સમયસર મળી રહે તે માટેની વિતરણ વ્યવસ્થા ગોઠવાયેલ છે. રાજયમાં રાસાયણિક ખાતરોનું /આયાતી ખાતરોનુ વિતરણ ગુજકોમાસોલ અને રાજય ક્ક્ષાના અન્ય સહકરી ફેડરેશનો, ગુજરાત ખેત ઉધોગ નિગમ, ખાતર ઉત્પાદક કંપનીઓનાડે પોતે મજખાન ગીવિતરક સંસ્થાઓ વિગેરે મારફત કરવામાં આવે છે જેની મારફત ખેડુતોને સમયસર, વ્યાજબીભાવે અને નજીક્ના સ્થળેથી રાસાયણિક ખાતરો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતિ સિવાયનાં તમામ ખેડૂત ખાતેદારોને કૃષિ વિષયક સાધન-સામગ્રીમાં સહાય આપવાની યોજનાએ.જી.આર-૨ નું અમલીકરણ કરવામાં આવે છે. વિશ્વ વ્યાપારીકરણને પગલે દુનિયાના ઓર્ગેનીક ફામીંગ (સજીવ ખેતી) ને ઉત્તેજન આપવા ખાસ યોજનાઓ દ્વારા જરૂરી ઘટકો જેવાકે બાયોફર્ટીલાઇઝ઼ર્સ, વર્મીક્મ્પોસ્ટયુનીટ, દિવેલીખોળ, લીલોપડવાશ વિગેરેમાં સહાય આપી તેમજ યોજના અન્વયે તાલીમ કાર્યક્રમોયોજી પ્રોત્સાહીત કરવા આયોજન હાથ ધરેલ છે.

પાક સંરક્ષણ

રાજ્યમાંથી નિકાસ કરવામાં આવતી કૃષિ પેદાશોના રોગ અને જીવાત મુક્ત છે તે બાબતનું ફાયટો સેનેટરી સર્ટીફીકેટ ઈસ્યુ કરવાની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત નવા જંતુનાશક દવાના ફોર્મ્યુલેશનના મેન્યુફેકચરીંગ લાયસાન્સ વેચાણ લાયસન્સ તબદીલ લાયસંસ ની મંજુરી આપવામાં આવે છે. આક્સ્મિક રીતે ફાટી નીક્ળતા રોગ-જીવાતનું અસરકારક નિયંત્રણ હવાઇ છંટકાવ/ભૂમિ છંટકાવ ઘ્વારા તાત્કાલિક અને અસરકારક નિયંત્રણનાં પગલાં લઇ પાક સંરક્ષણ કરવામાં આવે છે ખેતીવાડી ખાતા દ્વારા તીડ નિયંત્રણ અને ઉદંર નિયંત્રણ જેવી વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે.

ખેત સાધન સામગ્રી ગુણવત્તા નિયંત્રણ

રાજયમાં ઉત્પન્ન થતી અને વેચાતી સામગ્રી જેવીકે રાસાયણીક ખાતરો, સુધારેલી જાતના બિયારણો અને જંતુનાશક દવાઓ ખેડૂતોને સારી ગુણવત્તા અને પુરતા પ્રમાણમાં, સમયસર અને વ્યાજબી જ ભાવે મળી રહે તે માટે કેન્દ્ગ સરકારેSeed Seed Act –1966PDF file(108 KB), Seed Rules –1968PDF file(168 KB), Seed Control Order -1983PDF file(107 KB), Fertilizer Control Order 1985PDF file(196 KB), Fertilizer Movement control Order 1973PDF file(1.35 MB), Insecticide Act 1968PDF file(205 KB), Insecticide (Amendment) Act 2000PDF file(68 KB), Insecticide Rules 1971PDF file(221 KB) જેવા જુદા જુદા કાયદાઓ બનાવેલ છે. જેના અસરકારક અમલીકરણ માટે ક્ષેત્રિય ક્ક્ષા એ ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક (ગુ.નિ), અને નાયબ ખેતીનિયામક (વિસ્તરણ) અને સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) સક્રિય રીતે કામગીરી બજાવી રહેલ છે. સુધારેલ બિયારણ, જંતુનાશક દવાઓ અને રા.ખાતરના કાયદાઓ હેઠળ લેવામાં આવેલ નમુનાની ચકાસણી માટે રાજ્યમાં જુદી જુદી જગ્યાએઈનપુટ ટેસ્ટીંગ લેબોરેટરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. અનુસુચિત જાતીનાં ખેડૂત ખાતેદારોને કૃષિ વિષયક સાધન સામગ્રીમાં સહાય આપવાની યોજના એજીઆર-૪ રાજયનાં તમામ જીલ્લાઓમાં અમલમાં છે.

બિયારણ

નવીન બિયારણની જાતોના રજીસ્ટ્રેશન અને લાયસંસ આપવા તથા રાજ્યમાં બીજ ઉત્પાદન કાર્યક્રમની ક્ષમતા, તમામ કેટેગરીના બીજનો જથ્થો અને ફાળવણીની કામગીરી અને Seed Act –1966, Seed Rules –1968, Seed Control Order -1983 નો અમલ કરાવવાની કામગીરી

કૃષિ અંક્શાસ્ત્ર

કેન્દ્ગ પુરસ્કૃત યોજનાઓ કેજે પાક્ના આંક્ડાની સુધારણા માટેની અને વિસ્તારના અંદાજ઼ો, સમયસર અહેવાલ, તથા ફળો અને શાક્ભાજીની મોજણી આંક્ડાકીય દ્ગષ્ટિએ, આયોજન માટે તેમજપાક વીમાના દાવાઓની ચૂક્વણી માટે આયોજના ની કામગીરી વિશિષ્ટ મહત્વ ધરાવે છે. આ હેતુ માટે તાલુકા ક્ક્ષાએ ખેતી અધિકારીની નિમણૂક કરી કામગીરીને સઘન બનાવવામાં આવેલ છે. રાજ્યના કૃષિ પાકોના વાવેતર અને ઉત્પાદનના અંદાજો તૈયાર કરવા.

ખેડૂતોને કુદરતી આફતો સામે રક્ષણ માટે આયોજન અને કૃષિમાં જ઼ોખમ સામે ખેડુતોને આર્થિક વળતર

પાક વિમા યોજના (રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના)

ભારત સરકારશ્રીએ રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના સને ૧૯૯૯-૨૦૦૦ની રવિરૂતુથી અમલમાં મુકેલ છે અને તેજ વર્ષથી ગુજરાત રાજયમાં પણ તેનો અમલ રાજય સરકારશ્રીએ કરેલ છે. રાષ્ટ્રીય કૃષિ વિમા યોજના હેઠળ ખરીફ રૂતુના ૧૪ પાકો તેમજ રવિ / ઉનાળુ ઋતુના ૧૨ પાકો મળી કુલ ર૬ પાકો નો સમાવેશ થયેલ છે. રાષ્ટ્રીય કુષિ વિમા યોજનામાં ડીફાઇન્ડ એરીયા (જે તે એક્મ વિસ્તાર) તરીકે તાલુકો છે અને આયોજનામાં ડીફાઇન્ડ એરીયામાં આવરી લેવાયેલ પાકો માટે નિયત નાણાંકીય સંસ્થા પાસે થી ખેત ધિરાણ લેતા ખેડૂતોને ફરજીયાત આવરી લેવામાં આવે છે જયારે ડીફાઇન્ડ એરીયામાં આવરી લેવાયેલ પાકો ઉગાડતા હોય પરંતુ ધિરાણના લેતા ખેડૂતો નક્કી કરેલ નોડલ બેંક્માં અલગથી પિ્મીયમની રક્મ ભરી યોજનાનો લાભ લઇ શકે છે.

ખાતેદાર ખેડૂતોની અક્સ્માત વિમા યોજના

રાજય સરકરશ્રીએ ૧૯૯૬થી ખેડુતો માટે આક્સ્મિક વીમા યોજના ચાલુ કરી છે. સદર યોજના અંર્તગત ખાતેદાર ખેડુતનું આપધાત કે કુદરતી મૃત્યુ સીવાય બીજ જી કોઇપણ રીતે આક્સ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્‍સામાં વીમા રક્ષણ આપી તેના વારસદારને સહાય આપવામાં આવે છે. ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજના હેઠળ ખેડૂતોને મૃત્યુના કિસ્‍સામાં વારસદારને રૂપિયા ૧.00 લાખનું વળતર તથા કાયમી અપંગતાના કિસ્‍સામાં રૂપિયા ૫૦૦૦૦નું વળતર આપવામાં આવે છે.

ખેતી પેદાશોના ઘટતા ભાવો સામે રક્ષણ

રાજયમાં જે વર્ષે યોગ્ય સમયે પુરતા પ્રમાણમાં વરસાદ થાય અને અનુકુળ હવામાન હોય ત્યારે ખેત પેદાશોનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આવા સંજ઼ોગોમાં પુરવઠો વધી જવાના કારણે માંગ પુરવઠાના સિઘ્ધાંત મુજબ ખેત પેદાશોનાં બજાર ભાવની ચાજાય છે. અને ખેડૂતોને આર્થિક નુક્શાન થાય છે. સદર પરિસ્થિતી નિવારવા તેમજ ખેડૂતોને આર્થિક નુક્શાન થાય છે. તે માટે ભારત સરકારે મુખ્ય અને મહત્વના પાકોના દર વર્ષે ટેકાના ભાવો જાહેર કરે છે. નક્કી કરેલ પાકો પૈકી કોઇપણ પાક્ના બજાર ભાવ ટેકાના ભાવ કરતા નીચા જાય તેવા સંજ઼ોગોમાં ભારત સરકાર પોતાની નિયુક્ત નોડલ એજન્સી મારફત નિયત ગુણવત્તા ધરાવતી ખેત પદાશોની ટેકાના ભાવે ખરીદી કરે છે અને ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવે છે.

નબળા વર્ગના ખેડૂતો માટે ખાસ કાર્યક્રમો

AGR-3:આદિજાતી પેટા વિસ્તારમાં તથા આદિજાતી વિસ્તાર બહાર વસતા આદીવાસી ખેડુતોને વધુ ઉત્પાદન આપતી જાતોના પ્રમાણિત બિયારણો અને રાસાયણિક ખાતરો સહાયીત દરે પુરા પાડવાની યોજના.

આ યોજના હેઠળ આદિજાતી વિસ્તારમાં વસતા આદીજાતી વિસ્તાર પેટા યોજનાના તથા વિસ્તાર બહારના વસતા આદીવાસી ખેડુતો ખેતીના પાકોનું વધુ ઉત્પાદન મેળવી શકે અને આર્થિક રીતે સમૃધ્ધ થાય તે માટે સરકારશ્રી પ્રયત્નશીલ છે. ખેડુતો ખેતી માટે જરૂરી એવા પાક સંરક્ષણ સાધન સામગ્રી, તાડપત્રી, ક્ષેત્રિય નિદર્શન, સુક્ષ્મ તત્વો, ખુલ્લી પાઈપલાઈન, કૃષિ મેળા/શિબિર/પ્રદર્શન, અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન,સેંદ્રીય ખાતર/દિવેલી ખોળ/લીંબોળી ખોળ વિગેરે સહાય ઘટકોથી પાક ઉત્પાદન વધુ મેળવી શકે તે માટે વૈજ્ઞાનિક ભલામણ મુજબની ખેતી સામગ્રીના ઉપયોગથી ખેડુતો વધુ પાક ઉત્પાદન મેળવે અને આર્થિક રીતે સમૃધ્ધ થાય તેવો યોજનાનો મુખ્ય હેતુ છે. તેમજ સદર યોજના હેઠળ આદીવાસી ખેડુતોનું ખેડુત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનુ પ્રીમીયમ પણ ભરવામાં આવે છે.

અનુસૂચિત જાતિનાં ખેડૂતોને વૃઘ્ધિન્ય પ્રોત્સાહનો : (એસસીએસપી)

રાજયમાં કૃલ ૪૬.૬૧ લાખ ખેડૂત ખાતેદારો પૈકી ૧.૬૦ લાખ (૪.૫ ટકા) જમીન ધારકો અનુસૂચિત જાતિના છે જેઓ ૩.૦૯ લાખ હેકટર જમીન (૮.૯૦ટકા) માં ખેતી કરે છે. તે ઓનું જીવનધોરણ. ઉંચુ લાવવા તેઓની ખેત પેદાશોની ઉપજ વધારી અને છેવટે આવક વધારવાનો આશય રહેલો છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા કુવાઓના બાંધકામ, ઓઇલ એન્જિ઼ન કે વીજળીની મોટર ગોઠવવા અને પાઇપ લાઇન માટે સહાયકી આપવાનો મુખ્ય ઉદેશ તેમને વધુને વધુ સિંચાઇ સવલતો પુરી પાડી તેમના કૃષિ ઉત્પાદનમા વધારો કરીને તેના ફળ સ્વરૂપે તેઓની આવક વધારવાનો છે તેમજ આર્થિક ધોરણ ઉંચુ લાવવાનો છે. વધુમાં વિના મુલ્યેઇન પુટકીટ સવહેંચણી, (વિનામુલ્યે) તથા નિદર્શનો, સ્ટોરેજ બીજન અને સીડ ડ્રેસીંગડ્રમ, સુક્ષ્મ તત્વો, બાયો પેસ્ટીસાઇડ અને લીક્વીડ બાયો ફર્ટીલાઇઝર્સ જેવા ઘટકોનો આયોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે.

ખાસ કાર્યક્રમો

કૃષિ મહોત્સવ

રાજયમાં બીજી રહીયાળી ક્રાંતિ તરફ પ્રયાણ અને ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાના હેતુસર રાજય સરકાર ધ્વારા છેલ્લા નવા વર્ષથી રાજય માં નવીન અભિગમ તરીકે કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવેલ છે. કૃષિ મહોત્સવ દરમ્યાન કિસાન રથના માધ્યમ ધ્વારા કૃષિ અને તેને સંલગ્ન ખાતાના અધિકારીશ્રીઓ, કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ અને પદાધિકારીશ્રીઓ રાજયના તમામ ગામડાઓની મુલાકાતલે છે. અને ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિયખેતી, કૃષિ માંયાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્ય વર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન આપે છે ઉપરાંત સરકારશ્રીની વિવિધ ખેડૂત લક્ષી સહાય યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે.

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના

કૃષિક્ષેત્રમાં ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝ અને સાહસ વૃત્તિથી ખેતીના વિકાસમાં નવીન તાલાવવામાં અને ઉત્પાદક્તામાં વધારો કરવામાં તેમજ નવીન તક્નીકો રજુ઼ કરવા માટે કાર્ય કરે છે. તેઓ માટે ગુજરાત સરકારે જાહેર કરેલ છ (૬) કૃષિ ક્ષેત્રોમાં નવીન પઘ્ધતિ/ ટેક્નીક ઘ્વારા ઉત્પાદનમાં વધારો કરનાર ખેડૂતોને પ્રોત્સાહન અને પુરસ્કાર આપ વાસરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજ઼ના વર્ષ ૧૯૯૫-૯૬થી અમલમાં મુકવામાં આવેલ છે. દરેક ક્ષેત્રમા પ્રથમ આવનાર એકખેડુતને રૂ.૫૧,૦૦૦/- (અંકે રૂપિયા એકાવન હજ઼ાર પુરા) લેખે ઇનામની રક્મ અને પ્રસંશાપત્ર આપી શાલ ઓઢાડી, બહુમાન કરી, પુરસ્કાર એનાયત કરવામાં આવે છે

સોઇલ હેલ્થ કાર્ડ

જમીન ખેત ઉત્પાદનનું સૌથી મહત્વનું અંગ છે. કૃષિ ક્ષેત્રના વિકાસમાં તંદુરસ્ત જમીન ખુબ જ મહત્વની છે .કોઇ પણ પાકની ઉત્પાદકતાનો મુખ્ય આધાર જમીનની ફળદ્રુપતા પર આધારીત રહે છે જમીનની તાસીર જાણીને ખુટતા પોષક તત્વોની ખાતર સ્વરૂપે આપી શકાય તે માટે જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખી રાજ્ય સરકાર દ્રારા સમગ્ર દેશમાંસૌ પ્રથમ સોઇલ હેલ્થ કાર્ડ યોજના વર્ષ: ૨૦૦૩-૦૪માં શરૂ કરી દેશને નવો રાહ ચિંધ્યો છે.

સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ગામમાંથી જમીનના નમુના લઇ પૃથ્થકરણ કરી વિના મુલ્યે સોઇલ હેલ્થ કાર્ડ ખેડુતોને વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં એગ્રી સેન્સસ-૨૦૦૧ મુજબ કુલ ૪૨.૩૯ લલાખ ખેડુત ખાતેદારો નોધાયેલ હતા. તે પૈકી માર્ચ ૨૦૧૦સુધી રાજ્યમાં ૧૮.૪૧લાખ જમીનના નમુનાઓનું પૃથ્થકરણ કરી સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવેલ.

કેન્દ્ગ પુરસ્કૃતયોજનાઓ

ટેક્નોલોજી મિશન ઓન કોટન

આ કાર્યક્રમ હેઠળ કેન્દ્ગ પુરસ્કૃત કોટન મીની મીશન-રનો સને ૧૯૯૯-૨૦૦૦ ના વર્ષથી અમલમાં મૂકેલ છે. રાજયનાં નવસારી, વલસાડ અને ડાંગ સીવાયનાં તમામ જીલ્લાઓમાં અમલમાં છે.

ક્પાસ ઉગાડતા તમામ જિલ્લામાં આયોજના હેઠળ જુ઼દા જુ઼દા ધટ કે હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. સપ્લાય ઓફ બ્રીડ રસીડ પ્રમાણિત બીજ વિતરણ, ખેડૂત ખેતશાળા, પાક સંરક્ષણ સાધનો સહાયથી આપવા જેવા કે ફેરોમેનટ્રેપ/લાઇટ ટ્રેપ, બાયો એજન્ટ પુરા પાડવા, ઘટકોનો યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે.

તેલીબીયાં ઉત્પાદન કાર્યક્રમ, રાષ્ટ્રીય ક્ઠોળ વિકાસ કાર્યક્રમ તથા મકાઇ વિકાસનો કાર્યક્રમ (આઇસોપોમ)

દેશમાં ખાઘ્ય તેલની અછત હોવાથી વિદેશી હુંડીયામણ બચાવવા દેશમાં જ તેલીબીયાનું ઉત્પાદન વધારવા માટે તેલીબીયાં ઉત્પાદન કાર્યક્રમ અમલમાં મુક્વામાં આવે છે. મકાઇ પાક્નું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને જુ઼દા જુ઼દા ઘટકોમાં સહાય આપી ખેડૂતોને તાલીમ આપી મકાઇ પાક્નું ઉત્પાદન વધારી દેશને વિદેશી હુંડીયામણ મેળવવા માટેના પ્રયત્નો રહેલા છે.

સંજીવની યોજના (ઓર્ગેનીક ફાર્મિંગ)

વધુ પડતા બિન જરૂરી રાસાયણિક ખાતરોની જમીન અને માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ ઉપર પડતી આડ અસરને ધ્યાને લઈ, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારશ્રીએ સને ૨૦૧૦-૧૧ ના વર્ષથી સંજીવની યોજના અમલમાં મુકેલ છે. જે અંતર્ગત રાજ્યના પ૦૦૦ હેકટર જેટલા વિસ્તારને સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવામાં આવનાર છે. આ યોજના હેઠળ સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેડુત તાલીમ, વિસ્તરણ કાર્યકર તાલીમ, સેન્દ્રીય ખાતરો, ગુણવત્તા અંગેની તાલીમ જેવા તાલીમ કાર્યક્રમો તેમજ ખેડુતનાં ખેતર ઉપર ખેત નિદર્શન/ખેડુત મેળા જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવેલ છે. સંજીવની યોજનાના અમલીકરણ માટે એગ્રીકલ્ચર ફાઈનાન્સ કોર્પોરેશન, મુંબઈ નોડલ એજન્સી તરીકે નિયુકત થયેલ છે.

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (આર કે વી વાય)

વર્ષ ૨૦૦૭-૦૮ ભારત સરકારશ્રીએ ૪ ટકાનો વિકાસ દર અગિયારમી પંચવર્ષીય યોજના દરમિયાન સિઘ્ધ કરવા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અમલમાં મુકેલ છે. કૃષિ ખાતા દ્વારા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ પ્રોજેક્ટ અમલમાં મુક્વામાં આવેલ છે.

નેશનલ ફુડ સીક્યોરીટી મીશન

ઘંઉ, ક્ઠોળ અને ચોખા પાકોની ઉત્પાદક્તા અને ઉત્પાદન વધારવા માટેની આધુનિક તાંત્રિક્તા અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહીત કરવા કેન્દ્ગ સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન ૧૦૦% હિસ્સાના ઘોરણથી સને ૨૦૦૭-૦૮ ના વર્ષથી અમલમાં મુકેલ છે. આ કાર્યક્રમ હેઠળ નિયત થયેલા પાક હેઠળના વિસ્તારોમાં સુધારેલ બિયારણ બ્લોક નિદર્શન, બીજ મીનીકીટસ, આઇ. પી. એમ નિદર્શન, ફેરોમેન ટ્રેપ, ખેતઓજારો, જીવાણું ક્લ્ચર, પાક સંરક્ષણ દવાઓ, માઇક્રોન્યુટ્રીયન્ટ, જીપ્સમ ફુવારા વિગેરેમાં સહાય આપવામાં આવે છે. તાલીમ આપી પ્રોત્સાહીત કરાય છે. આ મીશન કઠોળ માટેરાજયનાં તમામ જીલ્લાઓમાં, ઘઉ માટે અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લાઓમાં તથા ડાંગર માટે પંચમહાલ અને દાહોદ જીલ્લાઓમાં અમલમાં છે.

કૃષિ યાંત્રિકરણ તથા જળ-જમીન વ્યવસ્થા

ફાર્મમિકેનાઈઝેશન

કૃષિ ક્ષેત્રે શ્રમયોગીઓની અછતને ધ્યાને લઇ, કૃષિ યાંત્રિકીકરણ માટે પાવર ઓપરેટેડ સુધારેલા ખેત ઓજારો/ફાર્મ મશીનરી સહાયીત દરે આપવાની યોજના રાજ્ય સરકારે બનાવી છે જેમાં

 • ગુજરાતના ખેડૂતોને છેલ્લા બે જ વર્ષમાં ૨૯૫૦૦થીવધારે ટ્રેકટર અને ૧૮,૦૦૦થી વધુ રોટાવેટર્સમાં સહાય આપી.
 • ખેડૂતને ઓનલાઇન અરજી કરવાની અને મંજૂરીની સગવડ કરી.
 • ખેડૂતોને ઈચ્છિત કંપનીના ઓજાર લેવાની છૂટ આપવામાં આવી છે.
 • ખેડૂતોને અપાતી સહાય ખેડૂતના બેંક એકાઉન્‍ટમાં જમા કરવામાં આવે છે.

જમીન મોજણી

રાજયના મોટા ભાગના ખેડાણ વિસ્તાર સુકી ખેતી હેઠળ છે. ટકવારી દ્ગષ્ટિએ ધણો ઓછો વિસ્તાર પિયત હેઠળ છે. જમીનને જાણવા તેના રાસાયણીક અને ભૌતિક ગુણધર્મોની મોજણી દ્વારા માહીતી પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રકરની જમીન મોજણી વર્ગીકરણ કરવામાં મદદરૂપ છે. જમીનની મોજણી કરવા માટે મહેસાણાં અને ભાવનગર ખાતે મથકે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

પાણી વપરાશ

નર્મદા સરોવરમાંથી અંદાજીત ૬.૨૦, લાખ હેક્ટર જમીનમાં ગુજરાત રાજયના ૭ જીલ્લામાંથી ર વિ પાકો માટે પીયતનુ પાણી આપવાનુ આયોજન થયેલ છે. જે સંબંધમાં નવિન પાકોનુ આયોજન તથા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ માટે ક્માંડના જીલ્લાઓમાં ગ્રામ્યક્ક્ષાએ ગ્રામસભાઓ ભરી ૨૮૦૭૯ ખેડૂતોને જાગૃતિ આપવામાં આવેલ છે. ઉપલબ્ધ પિયત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે તે માટે નર્મદા એ જળ સંપત્તિ વિભાગ દ્વારા ગુજરાત ગ્રીનરી વોલ્યુશન કંપની મારફત ડ્રીપ અને સ્પ્રીંક્લર પિયત પઘ્ધતિઓનો વ્યાપ વધે તે માટે નકકર કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો મારફત ખાતાના વિસ્તરણ તંત્ર દ્વારા સઘન પ્રચાર પ્રસાર કરવામાં આવી રહેલ છે.

કૃષિ-પ્રયોગ-વ-નિદર્શનકેન્દ્ગો

રાજયમાં સંશોધન દ્વારા નક્કી થયેલ જે તે પિયત વિસ્તારની જમીન, આબોહવા, પાક વિગેરેને અનુલક્ષીને અખતરા નિદર્શનો ગોઠવી, પરિણામો મેળવી તેમજ ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શનો બતાવી, વિસ્તરણ કાર્યક્ર્મો દ્વારા સારા પરિણામો ખેડૂતો સુધી પહોંચાડવા રાજય માં હાલમાં કૃષિ-પ્રયોગ-વ-નિદર્શન કેન્દ્ગો અને એક ઇન્ડો જાપાનીઝ ફાર્મ મળી કુલ-૮ ફાર્મ કાર્યરત છે. જેમાં પાક્ને અનુલક્ષીને પાક કાપણી અને ખાતરની જરૂરીયાત, નિંદામણ નિયંત્રણ, સુધારેલ જાતો તેમજ ઉત્પાદન, પાક ફેરબદલી, પાકોની પાણીની ક્ટોક્ટી અવસ્થાઓ, વાવણીસમય, વાવણી અંતર વિગેરે ને લગતા અખતરા નિદર્શનો હાથ ધરવામાં આવે છે. તેમજ બિયારણ ઉત્પાદન કાર્યક્રમો હાથ ધરી પ્રમાણીત બિયારણ તૈયાર કરી શુઘ્ધતા અને ઉંચી ગુણવત્તાવાળું બિયારણ ખેડૂતોને સમય મર્યાદામાં પુરૂ પાડવામાં આવે છે.

 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation