આકસ્મિક પાક આયોજન ૨૦૨૦ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)

રાજયમાં પ્રઘાન મંત્રી ફસલ બીમા યોજના વર્ષ ૨૦૧૬-૧૭ ની ખરીફ,૨૦૧૬ ઋતુથી ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ અમલી કરવામાં આવેલ છે.

યોજનાનો હેતુ :

 • કુદરતી આપત્તિઓના કારણે થતા પાક નુકશાન સામે ખેડુતોને વળતર આપવું.
 • ખેડુતની આવકને સ્થિર કરવી.
 • ખેડુતને નવીન અને અધતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા.
 • કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો.

યોજના હેઠળ ખેડુતોનો સમાવેશ :

 • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના હેઠળ આવરી લેવાને પાત્ર છે.
 • ફરજિયાત ઘટક : બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજિયાતપણે આવરી લેવામાં આવે છે.
 • મરજિયાત ઘટક : જેમણે ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજિયાત છે.

યોજના હેઠળ પાકોનો સમાવેશ :

 • ખાધ્ય પાકો (૨) તેલીબીયાં પાકો
 • વાર્ષિક વાણિજ્યિક અને વાર્ષિક બાગાયતી પાકો

પ્રઘાન મંત્રી ફસલ બીમા યોજનામાં નીચે મુજબના ખરીફ ઋતુના કુલ ૧૬ અને રવિ/ઉનાળુ ઋતુના કુલ ૧૨ પાકો મળી કુલ ૨૮ પાકોને આવરી લેવામાં આવેલ છે.

ખરીફઋતુ ૧. ડાંગર(પિયત)
૨. ડાંગર(બિન-પિયત)
૩. મકાઈ
૪. જુ઼વાર
૫. રાગી
૬. તુવેર
૭. મગ
૮. મઠ
૯. અડદ
૧૦. મગફળી
૧૧. તલ
૧૨. એરંડા
૧૩. બાજરી
૧૪. કપાસ(પિયત),
૧૫. કપાસ(બિન-પિયત)
૧૬. કેળ
રવી/ઉનાળુ ઋતુ ૧. પિયત ઘઉં
૨. બિનપિયતઘઉં
૩. ચણા
૪. રાઈ
૫. બટાટા
૬. લસણ
૭. ડુંગળી
૮. જીરૂ
૯. વરીયાળી
૧૦. ઇસબગુલ
૧૧. ઉ.બાજરી
૧૨. ઉ.મગફળી

આ યોજના હેઠળ પાકના નીચે જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે.

 • વાવેતર ન થવું/રોપણી ન થવી (Prevented sowing)
 • મઘ્ય વર્તી આપતીથી ઊભા પાકમાં નુકશાન
 • કાપણી પછીનું નુકશાન (Post-harvest losses)
 • સ્થાનિક આપત્તિઓ (Localized calamities)

વિમિત રાશિ :

વિમિત રાશિ (સમ ઇન્સયોર્ડ) ઘિરાણી અને બિન-ઘિરાણી ખેડૂતો માટે પ્રતિ હેકટર સમાન છે અને તે ડીસ્ટ્રીકટ લેવલ ટેકનિકલ કમીટી દ્વારા નક્કી થયેલ સ્કેલ ઓફ ફાઇનાન્સ જેટલો છે.

પ્રિમિયમ દર :

પ્રઘાન મંત્રી ફસલ બીમા યોજના હેઠળ વિમા કંપની દ્વારા વાસ્તવિક પ્રિમિયમ દર લગાવવામાં આવશે. જયારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાકો માટે ૨%, રવિ/ઉનાળુ પાકો માટે ૧.૫% અને વાર્ષિક વાણિજીયક અને બાગાયતી પાકો માટે ફકત ૫% જ પ્રિમિયમ ભરવાનું રહે છે. જયારે વાસ્તવિક પ્રિમિયમ દર અને ખેડૂતોએ ભરવાના થતા પ્રિમિયમના તફાવતની રકમ પ્રિમિયમ સબસીડી તરીકે રાજય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રી સરખે હિસ્સે ચુકવવાની રહે છે.

પ્રઘાન મંત્રી ફસલ બીમા યોજનાનો અમલ મુખ્ય પાકો માટે ગ્રામ પંચાયત અને ગૌણ પાકો માટે તાલુકો વિમા યુનિટ તરીકે છે.

યોજનાનું અમલીકરણ :

રાજ્ય કક્ષાની પાક વીમાની સંક્‍લન સમિતિ SLCCCI (સ્ટેટ લેવલ કો ઓર્ડીનેશન કમીટી ઓફ ક્રોપ ઈંસ્યોરન્સ) કેન્‍દ્ગ સરકારશ્રીની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ઋતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરે છે. તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્‍ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરી તે મુજબ જે તે ઋતુનો ઠરાવ કરે છે.

યોજનાનો લાભ લેવા માટે નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક વાવતા ખેડુતો નિયત સમય મર્યાદામાં Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરી તેની પ્રિંટેડ નકલ નિયત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા/બેંકમાં રજૂ કરી પ્રિમિયમની રકમ કપાવવાની રહે છે અને તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે. ખેડુતો નાણાંકીય સંસ્થા/બેંકોએ સહયોગથી ઓનલાઇન અરજી કરી શકે છે.

ખરીફ ૨૦૧૭-૧૮ ઋતુમાં ૧૫.૧૦ લાખ ખેડુતોને ૨૩.૧૪ લાખ હેકટર અને રવિ-ઉનાળુ ૨૦૧૭-૧૮ ઋતુમાં ૧.૬૮ લાખ ખેડુતોને ૩.૨૭ લાખ હેકટર વાવેતર વિસ્તાર વિમા હેઠળ આવરી લેવામાં આવેલ છે.

યોજના અંતર્ગત અરજી કરવા માટેની લીંક નીચે મુજબ છે.

https://ikhedut.gujarat.gov.in/nais
 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation