આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન

યોજના વિશેની ટૂંકી માહિતી

ભારત સરકારશ્રીની ૧૧મી પંચવર્ષીય યોજનાની ગાઇડ લાઇન મુજબ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન યોજના વર્ષ ૨૦૦૭-૦૮ માં કઠોળ, ઘઉં, અને ડાંગરના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવી. જે મુજબ રાજયમાં અમલીકરણ કરવામાં આવેલ છે. સદર યોજના ૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના હતી.

ભારત સરકારશ્રીની ૧૨મી પંચવર્ષીય યોજનાની ગાઇડ લાઇન મુજબ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન યોજના વર્ષ ૨૦૧૪-૧૫ થી અમલમાં આવેલ છે. જેમાં કઠોળ, ઘઉં, ડાંગર ઉપરાંત બરછટ અનાજ અને રોકડીયા પાકો (કપાસ અને શેરડી)નો સમાવેશ કરવામાં આવેલ છે. તદઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯ થી ભારત સરકારશ્રી દ્વારા ન્યુટ્રી સીરીયલ (જુવાર, બાજરી અને રાગી પાકનો) સમાવેશ કરવામાં આવેલ છે. સદર યોજના વર્ષ ૨૦૧૪-૧૫માં કેન્દ્ર: રાજ્યનો ફાળો ૫૦:૫૦ % પ્રમાણે તથા વર્ષ ૨૦૧૫-૧૬થી ૬૦:૪૦ % પ્રમાણે અમલ કરવામાં આવી રહેલ છે.

યોજનાનો હેતુ:

 • યોજના હેઠળ ચોખા, ઘઉં, કઠોળ, શેરડી, કપાસ, બરછટ ધાન્ય અને ન્યુત્રી સીર્રેયલના અમલીકરણ હેઠળના જિલ્લાઓના વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવું.
 • યોજના હેઠળ વિવિધ ઘટકોના અમલીકરણ અંતર્ગત જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા પુન: સ્થાપિત કરવી.
 • કૃષિની અર્થવ્યવસ્થા સુદ્રઢ કરી ખેડૂતોમાં વિશ્વાસ પુન:સ્થાપિત કરવો.

એન.એફ.એસ.એમ.- કઠોળ

 • આ યોજના રાજયના તમામ ૩૩ જિલ્લામાં અમલી છે.
 • સદર યોજના હેઠળ કલ્સટર ડેમોસ્ટેશન/ નિદર્શન, પ્રમાણીત બીજ વિતરણ, પ્રમાણીત બીજ ઉત્પાદન, ગૌણ અને સુક્ષ્મ તત્વો, જીપ્સમ પાક સંરક્ષણ દવા, નિંદામણનાશક દવા, ઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર, પાવર વીડર, ઝીરો ટીલ સીડ ફર્ટીલાઇઝર ડ્રીલ, સીડ ડ્રીલ, મલ્ટી કોપ પ્લાન્ટર, રોટાવેટર, ચીઝલર, લેઝર લેન્ડ લેવલર, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર, મલ્ટી ક્રોપ થ્રેશર, ખુલ્લી પાઇપ લાઇન, પંપ સેટ, મોબાઇલ રેઇન ગન, ક્રોપીંગ સીસ્ટમ બેઝડ તાલીમ, સ્પ્રીંકલર સેટ, પાવર નેપસેક સ્પ્રેયર, પ્રોજેકટ મેનેજમેન્ટ ટીમ (ડીસ્ટ્રીક્ટ લેવલ), પ્રોજેકટ મેનેજમેન્ટ ટીમ(સ્ટેટ લેવલ) જેવા ઘટકોનો સામાવેશ થાય છે.

એન.એફ.એસ.એમ.- ઘઉં

 • આ યોજના રાજયના અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને બોટાદ જિલ્લામાં અમલી છે.
 • આ યોજના હેઠળ કલ્સટર ડેમોસ્ટેશન/ નિદર્શન, પ્રમાણીત બીજ વિતરણ, ગૌણ અને સુક્ષ્મ તત્વો, જીપ્સમ/બેન્ટોનાઇટ સલ્ફર, પાક સંરક્ષણ દવા અને બાયો એજન્ટ, નિંદામણનાશક દવા, મેન્યુલ સ્પ્રેયર, પાવર નેપસેક સ્પ્રેયર, ઝીરો ટીલ સીડ ફર્ટીલાઇઝર ડ્રીલ, ઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર, સીડ ડ્રીલ, ચીઝલર, રોટાવેટર, લેઝર લેન્ડ લેવલર, ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર, મલ્ટી ક્રોપ થ્રેશર,પાવર વીડર, મલ્ટી કોપ પ્લાન્ટર, ખુલ્લી પાઇપ લાઇન, પંપ સેટ, સ્પ્રીંકલર સેટ, મોબાઇલ રેઇન ગન, ક્રોપીંગ સીસ્ટમ બેઝડ તાલીમ જેવા ઘટકોનો સામાવેશ થાય છે.

એન.એફ.એસ.એમ.- ડાંગર

 • આ યોજના રાજયના વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં અમલી છે.
 • આ યોજના હેઠળ કલ્સટર ડેમોસ્ટેશન/નિદર્શન, પ્રમાણીત બીજ વિતરણ (સુધારેલી ચોખાની જાતો, વધુ ઉત્પાદન આપતી જાતો), ગૌણ અને સુક્ષ્મ તત્વો, પાક સંરક્ષણ દવા અને બાયો એજન્ટ, નિંદામણનાશક દવા, કોનો વીડર, મેન્યુલ સ્પ્રેયર, પાવર નેપસેક સ્પ્રેયર, ઝીરો ટીલ મલ્ટી કોપ પ્લાન્ટર, સીડ ડ્રીલ, રોટાવેટર, લેઝર લેન્ડ લેવલર, મલ્ટી ક્રોપ થ્રેશર,પાવર વીડર, ડ્રમ સીડર, પેડી થ્રેશર, સેલ્ફ પ્રોપેલ્ડ પેડી ટ્રાન્સ પ્લાન્ટર, પંપ સેટ, ક્રોપીંગ સીસ્ટમ બેઝડ તાલીમ જેવા ઘટકોનો સામાવેશ થાય છે.

એન.એફ.એસ.એમ.- બરછ્ટ ધાન્ય મકાઇ

 • સદર યોજના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં અમલી છે.
 • આ આ યોજના હેઠળ કલ્સટર ડેમોસ્ટેશન/નિદર્શન, પ્રમાણીત બીજ વિતરણ (વધુ ઉત્પાદન આપતી જાતો, હાઇબ્રીડ જાતો) જેવા ઘટકોનો સામાવેશ થાય છે.

એન.એફ.એસ.એમ.- ન્યુટ્રી સીરીયલ

 • સદર યોજનામાં નીચે મુજબના પાક અને જિલ્લાનો સમાવેશ કરવામાં આવેલ છે.

  જુવાર- બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી

  બાજરા- અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર,વડોદરા, ગીર સોમનાથ, અરવલ્લી અને મહીસાગર

  રાગી- ડાંગ અને વલસાડ

 • આ યોજનામાં કલ્સટર ડેમોસ્ટેશન/નિદર્શન, પ્રમાણીત બીજ વિતરણ (વધુ ઉત્પાદન આપતી જાતો, હાઇબ્રીડ જાતો), પ્રમાણીત બીજ ઉત્પાદન, સુક્ષ્‍મતત્વો, જૈવિક ખાતર, પાક સંરક્ષણ દવા અને બાયો એજન્ટ, નિંદામણ નાશક દવા, મેન્યુલ સ્પ્રેયર, સ્પ્રીંકલર સેટ, ક્રોપિંગ સીસ્ટમ બેઝડ તાલીમ, ખેત સામગ્રીનાં સંગ્રહ માટે પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ યુનિટ, મીની ગ્રાઇન્ડર મશીન, Formation of FPOs in Cluster Area 100% GOI, Creation of processing units for FPOs (100% GOI), Centre of Excellence (CoEs) (100% GOI), Creation of Seed Hub (100% GOI), સ્ટેટ લેવલ વર્કશોપ, ડિસ્ટ્રીક લેવલ ફેસ્ટીવલ, રોડ શો, ક્રિએશન ઓફ અવેરનેસ, પબ્લીસીટી, સીડ મિનીકિટસનું વિતરણ (વધુ ઉત્પાદન આપતી જાતો) જેવા ઘટકોનો સામાવેશ થાય છે.

એન.એફ.એસ.એમ.- શેરડી (વાણીજીક પાક)

 • આ યોજનામાં શેરડી પકવતા તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
 • સદર યોજનામાં નિદર્શન (આંતરપાક પધ્ધતિ અને સીંગલ બડ ચીપ ટેકનોલોજી), ટીસ્યુ કલ્ચર રોપાનુ ઉત્પાદન અને વિતરણ, પાક સંરક્ષણ દવા અને બાયો એજન્ટ, રાજ્ય કક્ષાની તાલીમ જેવા ઘટકોનો સામાવેશ થાય છે.

એન.એફ.એસ.એમ.- કપાસ (વાણીજીક પાક)

 • આ સદરમાં ડાંગ, નવસારી અને વલસાડ સિવાયના કપાસ ઉગાડતા તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલ છે
 • આ યોજનામાં FLD on Integrated crop management (ICM), FLD on Desi / ELS Cotton for seed production, FLD on inter cropping, FLD on High Density Plantation System, પાક સંરક્ષણ દવા અને બાયો એજન્ટ, નિંદામણ નાશક દવા, રાજ્ય કક્ષાની તાલીમ જેવા ઘટકોનો સામાવેશ થાય છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત

આ યોજનાનો રાજ્યનાં તમામ ખાતેદાર (જનરલ, અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સિમાંત, નાના, મોટા, મહિલા) ખેડૂત લાભ લઇ શકે છે.

 • ખેડૂત દ્વારા ઓનલાઇન અરજી આઇ- ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ પર કરવાની રહેશે
 • સંબંધિત જિલ્‍લાના જિલ્‍લા ખેતીવાડી અધિકારી/તાલુકા કક્ષાએ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી અને ગ્રામ્‍ય કક્ષાએ ગ્રામસેવકને અરજી કરવાની રહેશે.
 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation