આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
અન્ય યોજનાઓ

અન્ય યોજનાઓ

ખાતેદાર ખેડુત અકસ્માત વિમો

પ્રસ્તાવના:

ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના ૨૬ મી જાન્યુઆરી, ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજના ૧૦૦% રાજ્ય સરકાર પુરુસ્કૃત યોજના છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકારશ્રી દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે. આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ તા.૦૧/૦૪/૨૦૦૮ થી વિમા નિયામકશ્રી, ગાંધીનગર મારફત અમલમાં છે.

ઉદ્દેશ:

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે.

સહાય કોને મળવાપાત્ર

વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.

ખાતેદાર ખેડુત અકસ્માત વિમો વિષે જાણો.

પાક વિમો

પાક વિમા યોજના

ખરીફપાકોઃ- ડાંગર,બાજરી,મકાઈ, મગફળી, જુવાર, રાગી, તુવેર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા, કપાસ, કેળ.

રવિ ઉનાળુ પાકો

પિયતઘઉં, બિનપિયતઘઉ, રાઈઅનેસરસવ, ચણા, ઉનાળુ બાજરી, ઉનાળુમગફળી, બટાટા.જીરૂ, વરીયાળી, ઈસબગુલ, ડુંગળી, લસણ. નાના અને સિમાંત ખેડૂતોને પાક વિમાના પ્રિમીયમની રકમમાં ૧૦% નાધોરણે સબસીડી આ૫વામાં આવેછે.ખેડુતે ચુકવવાના થતાં પ્રિમીયમના દર જે તે ઋતુના સરકારશ્રી ના ઠરાવમાં નકકી કરવામાં આવે છે.

ઉપરોક્ત પાકોનો રાષ્ટ્રીય કૃષિ વિમા યોજનામાં સમાવેશ કરવામાં આવે છે
પાક વિમા યોજના વિષે જાણો.

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના

 • વિષય – ૧: ગુજ઼રાતના તમામ મુખ્ય પાકો જેવા કે, ધાન્ય પાકો, તેલીબિયાં પાકો, ક્ઠોળ પાકો, ક્પાસ, શેરડી, તમાકુ, બાગાયતી પાકો, તેમજ તેજ઼ાના અને ઔષધીય પાકો પર નવીનતમ પ્રયોગ દ્ધારા આગવી કોઠાસુઝથી વિક્સાવેલ વધુ ઉત્પાદન આપતી નવી જ઼ાતની સિઘ્ધીનું પ્રદાન તેમજ રાજ઼યમાં ઉગાડવામાં આવતા પરંપરાગત પાકોની જ઼ગ્યાએ આગવી સુઝથી નવીન પાક દાખલ કરી તે પાક્ની સફળ ખેતી દ્ધારા વિશિષ્ટ યોગદાન અંગેની સિધ્ધીનું પ્રદાન.
 • વિષય – ૨: જ઼ળ સંચાલન અને વ્યવસ્થા, પિયત પાણીના કરકસરભર્યા અને કાર્યક્ષમ ઉપયોગ દ્ધારા આધુનીક પિયત પઘ્ધતિ દ્ધારા સફળ નમુનારૂપ નિદર્શનરૂપ પાક્ની ખેતી કરી વધુ ઉત્પાદન મેળવેલ સિઘ્ધીનું પ્રદાન અને વરસાદના વહી જ઼તા પાણીને રીચાર્જીંગ અને જુ઼દી જુ઼દી પઘ્ધતિઓ દ્ધારા કુવા/બોરમાં સંગ્રહ કરી કુવા/બોરના તળ ઉંચા લાવવા માટે ખેડૂતોના બહોળા સમુહને પ્રેરણારૂપ બને તેવી અનેરી સિઘ્ધીનું પ્રદાન.
 • વિષય – ૩: વરસાદ આધારિત સુકી ખેતી વિસ્તારમાં સૂકી ખેતી અંગેની આગવી ટેક્નીક વિક્સાવી વરસાદની અછત સમયે સફળ સુકી ખેતી ક્ષેત્રે મેળવેલ સિઘ્ધીનું પ્રદાન.
 • વિષય – ૪: જુ઼દા-જુ઼દા પાકો પર જી઼વાત નિયંત્રણ માટે પ્રયોગ દ્ધારા પોતાની આગવી કોઠાસુઝથી વિક્સાવેલ નવીનતમ સંકલિત જી઼વાત નિયંત્રણ પઘ્ધતિમાં મેળવેલ સિઘ્ધીનું પ્રદાન.
 • વિષય – ૫: ખેતી અંગેની વિવિધ પ્રક્રિયા જ઼ેવી કે, ખેડ, વાવણી, રોપણી, આંતર ખેડ, નિંદામણ, સ્પેસીંગ, કાપણી, થ્રેસીંગ કે અન્ય પ્રકારના ખેતી ઉપયોગી નવીન ખેત ઓજ઼ારોને આગવી કોઠાસુઝથી વિક્સાવવાની સિઘ્ધીનું પ્રદાન.
સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના વિષે જાણો.

ખેડુતો માટે તાલીમ અને વિસ્તરણની પ્રવૃત્તિઓ

તાલીમ ૫૦ ખેડૂતોની બેચ માટે

૫૦ ખેડુતની બેચ દિઠ રૂ.૧૫૦૦૦/-પ્રતિતાલીમ શેરડી પાક માટે રૂ. ૧૦૦૦૦ ની મર્યાદામાં

ક્ષેત્રિયનિદર્શન

૦.૪ હેકટરના નિદર્શન માટે રૂ.૪૦૦૦/-
એજીઆર- ૩ અને ૪ યોજના વિષે જાણો.

ખર્ચના ૫૦ટકા નિદર્શનમાટેરૂ.૨૦૦૦/-
એજીઆર-૨ યોજના વિષે જાણો.

કૃષિમેળો/પ્રદર્શન/ ખેડૂતશિબીર

તાલુકા કક્ષાએ રૂ.૧૦૦૦૦૦/-ની મર્યાદામાં ખર્ચ કરી શકાશે.ર લાખ જીલ્લા દીઠ
એજીઆર-૩, આત્મા યોજના વિષે જાણો.

સામુહીકકૃષિવિકાસ (સહકારીમંડળીમારફત)

ખર્ચના૭૫ % અથવા રૂ.૭,૫૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોયતે.
એજીઆર-૩ યોજના વિષે જાણો.

ફાર્મર ફિલ્ડ સ્કુલ (૩૦ ખેડુતોને પુર્ણ સીઝનની તાલીમ)

રૂ. ૧૭૦૦૦/- પ્રતિ એફ.એફ.એસ.

બ્લોક નિદર્શન

ઇનપુટ કિમતના પ૦ ટકા અથવા મગફળી માટે રૂ.૪૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં. સોયાબીન માટેરૂ.૩૦૦૦/-પ્રતિહેક્ટરની મર્યાદામાં. તલ, દિવેલા માટેરૂ.૧૫૦૦/-પ્રતિ હેક્ટરની મર્યાદામાં. રાઈ માટે રૂ.૨૦૦૦/-પ્રતિહેક્ટર ની મર્યાદામાં.

પોલીથીન મુલ્ચ પઘ્ધતિથી ઉનાળુ મગફળીમાં બ્લોક નિદર્શન

ઇનપુટ કિમતના પ૦ ટકા અથવા રૂ.૮૦૦૦/- પ્રતિ હેક્ટર ની મર્યાદામાં. (રૂ.૪૦૦૦/- નિદર્શનના + રૂ. ૪૦૦૦/- પોલીથીન સીટના)

ફાર્મ ર્સફિલ્ડ સ્કુલ

૧૦હેક્ટરના કોમ્પેક્ટ નિદર્શનદીઠ રૂ.૨૨૬૮૦/- ઉપરાંત બાયોએજ઼ન્ટ / બાયોપેસ્ટીસાઇડ
નાઇન સેન્ટીવ માટે (૮૦ટકા)
મગફળી માટે રૂ.૧૬૨૭.૫૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં.
સોયાબીન માટે રૂ.૪૨૮/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં
મકાઇ માટે રૂ.૧૪૮૦/- પ્રતિ હેકટરની મર્યાદામાં.
રાયડા માટે રૂ.૯૩૦/- પ્રતિ હેકટરનીમર્યાદામાં.

અધિકારીશ્રીઓને તાલીમ

રૂ.૧૬૦૦૦/- પ્રતિ તાલીમ (૩૦ અધિકરીની બેચ૨ દિવસ માટે)

ખેડૂતો માટે

રૂ.૨૦૦૦/-પ્રતિતાલીમ (૩૦ ખેડૂતોની બેચ૨ દિવસ માટે)

રૂ.૧૭૦૦૦/- પ્રતિ તાલીમ (FFS જેવી)

રૂ.૬૦૦૦/-પ્રતિતાલીમ બ્લોક દીઠ ખેડૂતો માટે

ડેમોન્સ્ટ્રેશન ઓફઈમ્પ્રુવડ પેકેજ ઓફ પ્રેકટાઈસીસ ડાંગર પાક માટે

ડાંગર પાક માટે રૂ.ર૫૦૦/- પ્રતિનિદર્શન (૦.૪૦હે.)

ડેમોન્સ્ટ્રેશન ઓનસીસ્ટમ ઓફરાઈસ ઈન્ટેનસીફીકેશન ડાંગર પાક માટે

રૂ.૩૦૦૦/- પ્રતિનિદર્શન (૦.૪૦હે.)

ડેમોન્સ્ટ્રેશન ઓનહાઈબ્રીડ રાઈસ ટેકનોલોજી ડાંગર પાક માટે

રૂ.૩૦૦૦/- પ્રતિનિદર્શન (૦.૪૦હે.)

ડેમોસ્ટ્રેશન ઓફ ઇમ્પ્રુવડ પેકેજ઼ ઓફ પ્રેક્ટાઇસીસ ઘંઉ પાક માટે

રૂ.૨૦૦૦/-પ્રતિનિદર્શન (૦.૪૦ હે.)

ખેડુત તાલીમ (મહત્તમ- ર૧ દિવસ)

૧.રાજયબહાર......

રૂ. ૧૦૦૦-૦૦ પ્રતિ દિન
આત્મા યોજના વિષે જાણો.

ર.રાજય અંદર.......

રૂ. ૭૫૦-૦૦ પ્રતિ દિન
આત્મા યોજના વિષે જાણો.

૩.જીલ્લાની અંદર.......

રૂ. ૪૦૦-૦૦ પ્રતિ દિન
આત્મા યોજના વિષે જાણો.

નિદર્શનખેતી અને સંલગ્ન ક્ષેત્રે

રૂ.૪૦૦૦/- (એક એકરનાનિદર્શનદિઠ)
આત્મા યોજના વિષે જાણો.

ખેડુત થી ખેડુત તાંત્રીક પ્રસાર (નિદર્શન સ્થળે)

રૂ.૧૫૦૦/-(એક એકરનાનિદર્શનદિઠ)
આત્મા યોજના વિષે જાણો.

પ્રેરણા પ્રવાસ (મહત્તમ૧૦દિવસ પ્રવાસ સમય સિવાય)

૧. બેરાજયવચ્ચે......

રૂ. ૬૦૦-૦૦ પ્રતિ દિવસ
આત્મા યોજના વિષે જાણો.

ર.રાજય અંદર.......

રૂ. ૩૦૦-૦૦ પ્રતિ દિવસ
આત્મા યોજના વિષે જાણો.

૩.જીલ્લાની અંદર.......

રૂ. ર૫૦-૦૦પ્રતિ દિવસ
આત્મા યોજના વિષે જાણો.

કેપેસીટી બીલ્ડીંગ, સ્કીલ ડેવલ૫મેન્ટ અને સપોર્ટ સર્વિસ

રૂ. ૫૦૦૦/- પ્રતિગૃ૫ પ્રતિ વર્ષ
આત્મા યોજના વિષે જાણો.

રિવોલ્વીંગ ફંડ / સીડ મની

રૂ. ૧૦૦૦૦/- પ્રતિ ગૃ૫
આત્મા યોજના વિષે જાણો.

રીવાર્ડ અને ઇંસેંટીવ- બેસ્ટ ઓર્ગેનાઇઝ્ડ ગ્રૂપ

રૂ. ૨૦૦૦૦/- પ્રતિ ગૃ૫
આત્મા યોજના વિષે જાણો.

બેસ્ટ ફાર્મર એવોર્ડ તાલુકા કક્ષાએ

રૂ. ૧૦૦૦૦/- પ્રતિ બેસ્ટ ફાર્મર (તાલુકા દીઠ પાંચ ખેડુતને)
આત્મા યોજના વિષે જાણો.

ખેડુત-વૈજ્ઞાનીક ચર્ચા સભા

રૂ. ૨૦૦૦૦/- પ્રતિ ગોષ્ઠી
આત્મા યોજના વિષે જાણો.

કિસાન ગોષ્ઠી / ખેતર દીવસ

રૂ.૧૫૦૦૦/- પ્રતિ ખેડુત દિવસ (દરેક ઋતુમાં તાલુકા દીઠ એક)
આત્મા યોજના વિષે જાણો.

ફાર્મઈન્ફોર્મેશન એડવાઈઝરી સેન્ટર

રૂ. ૧.૩૦ લાખ જીલ્લા દિઠ
આત્મા યોજના વિષે જાણો.

ફાર્મ સ્કુલ શરૂ કરવી

રૂ. ૨૯૫૧૪-૦૦ ફાર્મ સ્કુલ દિઠ
આત્મા યોજના વિષે જાણો.

સંસ્થાકીય તાલીમ ૫ દિવસ અને ત્રણ દિવસ માટે

દૈનિક રૂ.૬૦/- પ્રમાણે ભથ્થુ પાંચ દીવસનાતાલીમ વર્ગમાં અપાય છે ભાઈઓ/બહેનો માટે - ર૫લાભાર્થી દૈનિક રૂ.૭૦ પ્રમાણે ત્રણ દિવસના તાલીમ વર્ગ માં અપાય છે – વતનથી કેન્દ્ર સુધી આવવા જવાનુ એક દિવસનુ રૂ. ૮૦/- મર્યાદામાં બસ ભાડુ હોસ્ટેલ ની સુવિધા વિના મુલ્યે આ૫વામાં આવે છે. રસોઈ બનાવવા માટે ગેસ તેમજ વાસણની સુવિધા વિના મુલ્યે આ૫વા માં આવે છે

રાજયઅંદર અને રાજય બહાર શૈક્ષણીક પ્રવાસ વર્ષમાં

એકવાર ૭-૧૦ દિવસમાટે રૂ. ૫૦૦૦૦/ની જોગવાઈ કરવામાં આવેલ છે.

કૃષિ મેળો વર્ષમાં એકવાર,એક દિવસ માટે

રૂ. ૧.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.

ખેત વિજકરણ

ખર્ચના ૭૫ ટકા અથવા રૂ. ૨૫૦૦૦/- ની મર્યાદામાં
એજીઆર-૩ યોજના વિષે જાણો.

ખેડુત તાલીમ કેન્દ્રમાં ચાલતી યોજનાઓ

સંસ્થાકીય તાલીમ

નાના/મોટા/સિમાંત ખેડૂત ભાઇઓને પાંચ દિવસ તાલીમ અપાય છે.

દૈનિક રૂ. ૬૦/- પ્રમાણે ભથ્થુ પાંચ દિવસનાતાલીમ વર્ગમાં અપાય છે. વતનથી ખેડૂત તાલીમ કેન્દ્ર સુધી આવવા જવાનું એક દિવસનું રૂ. ૮૦/-ની મર્યાદામાં બસ ભાડુ અપાય છે.હોસ્ટેલ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે.

મહિલાઓ માટે કૃષિ કોશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ

મહિલા તાલીમ વર્ગ

નાના/મોટા/સિમાંત ખેડૂત પરીવારની મહિલાઓને તાલીમ આપવાની છે. ચાર દિવસ (૩ દિવસ તાલીમ + ૧ દિવસ પ્રવાસ)

દૈનિક રૂ. ૨૦૦/- પ્રમાણે ભથ્થુ વતનથી ખેડૂત તાલીમ કેન્દ્ર સુધી આવવા જવાનું એક દિવસનું રૂ. ૨૦૦/-ની મર્યાદામાં બસ ભાડુ હોસ્ટેલ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે. રસોઇ બનાવવા માટે ગેસ તેમજ વાસણની સુવિધા વિના મુલ્યેતાલીમ દરમ્યાન તાલીમાર્થીને રૂ. ૪00/-ની મર્યાદામાં કૃષિ કીટ આપવામાં આવશે.૧ દિવસ શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ

યુવા મહિલા તાલીમ વર્ગ

નાના/મોટા/સિમાંત ખેડૂત પરીવારની મહિલાઓને તાલીમ આપવાની છે.

પાંચ દિવસ (૪ દિવસ તાલીમ + ૧ દિવસ પ્રવાસ)
દૈનિક રૂ. ૨૦૦/- પ્રમાણે ભથ્થુ વતનથી ખેડૂત તાલીમ કેન્દ્ર સુધી આવવા જવાનું એક દિવસનું રૂ. ૨૦૦/-ની મર્યાદામાં બસ ભાડુ હોસ્ટેલ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે. રસોઇ બનાવવા માટે ગેસ તેમજ વાસણની સુવિધા વિના મુલ્યેતાલીમ દરમ્યાન તાલીમાર્થીને રૂ. ૪00/-ની મર્યાદામાં કૃષિ કીટ આપવામાં આવશે.૧ દિવસ શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ

પ્રિસિઝનલ કેમ્પ

નાના/મોટા/સિમાંત ખેડૂત પરીવારની મહિલાઓને તાલીમ આપવાની છે.

૧ દિવસ
રવી અને ખરીફ સીઝન પહેલાં ખેડૂતોને કૃષિ અને કૃષિ સંલગ્ન વિષયોનું ગ્રામ્યકક્ષાએ માર્ગદર્શન આપવામાં આવશે. ૧ કેમ્પ રૂ. ૪,000/-ની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.

અ. શેરીંગ ફોલોઅપ કેમ્પ

તાલીમ લઇ ગયેલ મહિલાઓ

૧ દિવસ
તાલીમ લીધા બાદ કેટલુ અનુકરણ કર્યુ છે તેમજ ગામની બીજી કઇ અન્ય મહિલાઓને માર્ગદર્શન આપે છે તેમજ તાલીમ દરમ્યાન શીખવવામાં આવેલ નવી ટેકનોલોજી ઉપયોગ કરવામાં પડતી મુશ્કેલીઓ સાંભળી વચગાળાના અને લાંબાગાળાનું માર્ગદર્શન આપવામાં આવશે. ૧ કેમ્પ રૂ. ૧,000/-ની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.

બ. વિભાગીય કક્ષાના શેરીંગ વર્કશોપ

તાલીમ લઇ ગયેલ મહિલાઓ

૧ દિવસ
તાલીમ મેળવેલ છે તેવી મહિલાઓ માંથી દરેક જીલ્લામાંથી ૨ ખેડૂત મહિલાઓ ૩ અધિકારી/કર્મચારી વિભાગીય કક્ષાએ આવશે અને તાલીમ દરમ્યાન કૃષિ અને કૃષિ સંલગ્ન વિષયોની નવી ટેકનોલોજીની જે માહિતીઆપવામાં આવેલ છે તેને અપનાવવામાં પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણની ચર્ચા થશે. ૧ વર્કશોપ રૂ. ૨૮,000/-ની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.

ક. રાજ્ય કક્ષાનો શેરીંગ વર્કશોપ

તાલીમ લઇ ગયેલ મહિલાઓ

૧ દિવસ
રાજ્યની જીલ્લા દીઠ ૧ મુજબ કુલ ૨૬ ખેડૂત મહિલાઓ (ખેતાકે ખાતે તાલીમ લીધેલ મહિલાઓ) ભાગ લેશે અને કૃષિ અને કૃષિ સંલગ્ન વિષયોની નવી ટેકનોલોજીની જે માહિતીઆપવામાં આવેલ છે તેને અપનાવવામાં પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણની ચર્ચા થશે. 1 કેમ્પ રૂ. ૧,00,000/-ની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.

કૃષિ મેળો

નાના/મોટા/સિમાંત ખેડૂત પરીવારની મહિલાઓને તાલીમ આપવાની છે.

૧ દિવસ
દરેક જીલ્લામાં એક મહિલા કૃષિ મેળો દર વર્ષે યોજવામાં આવશે. જેમાં મહિલા મંડળના સભ્યો, પ્રગતિશીલ ખેડૂત બહેનો વગેરેને આમંત્રણ આપવામાં આવશે. જીલ્લાના તમામ ખેડૂતો ભાગ લઇ શકશે. તાલીમ લીધેલ બહેનો પૈકી જે બહેનોને આ મેળામાં યોજવામાં આવશે તે વિવિધ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે અને ઇનામો આપવામાં આવશે. વધુમાં સ્ટેજ ઉપર ખેડૂત બહેનો પોતાનાં અનુભવોની આપ-લે પણ કરશે. 1 કૃષિ મેળો રૂ. ૨,00,000/-ની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.

રાજ્યની અંદર શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ

તાલીમ લઇ ગયેલ મહિલાઓ

૭ દિવસ
મહિલાઓને યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી શકે તેવી મહિલાની પસંદગી કરી રાજ્યની ખેતીલક્ષી બાબતે સભાન બનાવવા ખેતી, પશુપાલન, બાગાયત, ડેરી, મરઘા ઉછેર, ઉર્જા સ્ત્રોત, પોષણ, આરોગ્ય જેવા વિવિધ કેન્દ્રોની મુલાકાત લઇ માહિતી આપવામાં આવશે. ૧ પ્રવાસ રૂ. ૨,૪૫,૦૦૦/- ની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.

રાજ્યની બહાર શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ

તાલીમ લઇ ગયેલ મહિલાઓ

૧૦ દિવસ
રાજ્યની ખેતીલક્ષી બાબતે સભાન બનાવવા ખેતી, પશુપાલન, બાગાયત, ડેરી, મરઘા ઉછેર, ઉર્જા સ્ત્રોત, પોષણ, આરોગ્ય જેવા વિવિધ કેન્દ્રોની મુલાકાત લઇ રાજ્ય કક્ષાની માહિતી આપવામાં આવશે. 1 પ્રવાસ રૂ. ૫,૦૦,૦૦૦/- ની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.

આંતર રાષ્ટ્રીય શૈક્ષણિક પ્રેરણા પ્રવાસ

તાલીમ લઇ ગયેલ મહિલાઓ

૧૦ દિવસ
ખેડૂત મહિલાઓ વૈશ્વિક સ્તરની વિચાર શ્રેણી અને કૃષિ સંબધીત જ્ઞાનથી સચેત થાય તે હેતુ આંતર રાષ્ટ્રીય શૈક્ષણિક પ્રવાસનો યોજવાનો છે. ૧ પ્રવાસ રૂ. ૭૫,૦૦,૦૦૦/- ની મર્યાદામાં ખર્ચ કરવામાં આવશે.

ખેડુતોએ પાક સંરક્ષણ માટે શું કરવું જોઈએ

 • ઉનાળા દરમ્યાન ખેતરમાંઉંડી ખેડ કરવી જોઇએ.
 • રોગ/જીવાત સામે રક્ષણ આપતી જાતોનુ વાવેતર કરવુ જોઇએ (બીટી કોટન)
 • ોગ/જીવાતના જૈવિક નિંયત્રણ માટે પરભક્ષી અને પરોપજીવી કિટકોનો ઉપયોગ કરવો.
 • રોગ/જીવાતના નિંયત્રણ માટે ફેરોમેન ટ્રેપ, એનપીવી અને ટ્રાઇકોડર્મા કાર્ડ વગેરેનો ઉપયોગ કરવો.
 • રોગ/જીવાતના નિંયત્રણ માટે સજીવ અને લીમડાની બનાવટની દવાઓનો ઉપયોગ કરવો.
 • પાક સંરક્ષણ માટે સંકલીત જીવાત નિયંત્રકોનો ઉપયોગ કરવો.
 • રાસાયણીક દવાઓનો ઉપયોગ ભલામણ કરેલ જરૂરી માત્રામાં જ કરવો.
 • જંતુનાશક દવાઓના સંગ્રહ અને વપરાશ વખતે પુરતી કાળજી રાખવી.
 • જંતુનાશક દવાઓના છંટકાવ વખતે હાથના મોજા, માસ્ક વગેરેનો ઉપયોગ કરવો.
 • હંમેશા પવનની દિશા મુજબ જ રાસાયણીક દવાઓનો ઉપયોગ કરવો.

ખેડુતોએ જમીન જાળવણી અને ખાતરો માટે શું કરવું જોઈએ

 • હંમેશા જમીનની ચકાસણીના આધારે યોગ્ય જથ્થામાં અને યોગ્ય ખાતરો વાપરવા.
 • જમીનની ફળદ્રુપતા જાળવવા માટે હમેંશા સેન્દ્રિય ખાતરો વાપરવા જોઈએ.
 • ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ માટે પુંખીને/છંટકાવ કરવાના બદલે છોડના મુળ વિસ્તારમા આપવા.
 • ફોસ્ફરસ ખાતરોનો યોગ્ય અને વધુ લાભ મેળવવા યોગ્ય ખાતર વાપરવુ કે જે છોડના મુળ/થડના વિકાસ અને સમયસર પાકવામાં મદદ કરે છે. ખાસ કરીને કઠોળ પાક કે જે હવામાંનો નાઈટ્રોજનનુ જમીનમાં સ્થિરીકરણ કરે છે.
 • આલ્કલી પ્રકારની જમીન સુધારણા માટે ચુનાનો ઉપયોગ કરવો અને ભાસ્મિક પ્રકારની જમીન સુધારણા માટે જીપ્સમ વાપરવુ.
 • જે ખેડુતો પાર્ટીસીપેટરી ઓર્ગેનિક ગેરન્ટી સીસ્ટમ (પીજીએસ-ભારત) પ્રમાણપત્ર અપનાવવા માંગતા હોય, તેઓએ ઓછામાં ઓછા ૫ ખેડુતોનો સમુહ બનાવી તેની નોંધણી નજીકની વિભાગીય સમિતી અથવા વિભાગીય કેન્દ્ર સેન્દ્રિય ખેતીમા કરાવવુ.

આપના જીલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરો.

ક્રમ કચેરીનું નામ ટેલિફોન નંબર
જિલ્લા પંચાયત, અમદાવાદ, ૦૭૯ - ૨૫૫૦૬૮૭૪
જિલ્લા પંચાયત, ગાંઘીનગર, ૦૭૯ - ૨૩૨૫૬૯૪૯
જિલ્લા પંચાયત, ખેડા (નડીયાદ), ૦૨૬૮ - ૨૫૫૭૪૨૧
જિલ્લા પંચાયત, આણંદ, ૦૨૬૯૨ - ૨૫૮૧૦૨
જિલ્લા પંચાયત, વડોદરા, ૦૨૬૫ - ૨૪૩૩૬૪૧
જિલ્લા પંચાયત, ભરૂચ, ૦૨૬૪૨ - ૨૬૧૬૧૧
જિલ્લા પંચાયત, નર્મદા, ૦૨૬૪૦ - ૨૨૨૦૮૧/૮૪
જિલ્લા પંચાયત, પંચમહાલ, ૦૨૬૭૨ - ૨૫૩૩૭૧
જિલ્લા પંચાયત, દાહોદ, ૦૨૬૭૩ - ૨૩૯૧૦૭
૧૦ જિલ્લા પંચાયત, સુરત, ૦૨૬૧ - ૨૭૪૨૫૭૫૧
૧૧ જિલ્લા પંચાયત, વલસાડ, ૦૨૬૩૨ - ૨૫૩૮૯૧
૧૨ જિલ્લા પંચાયત, નવસારી, ૦૨૬૩૭ - ૨૩૩૦૩૦
૧૩ જિલ્લા પંચાયત, ડાંગ, ૦૨૬૩૧ - ૨૨૦૩૨૦
૧૪ જિલ્લા પંચાયત, મહેસાણા, ૦૨૭૬૨ - ૨૩૧૬૧૭
૧૫ જિલ્લા પંચાયત, પાટણ ૦૨૭૬૬ - ૨૨૪૪૮૯
૧૬ જિલ્લા પંચાયત, બનાસ.કાંઠા (પાલનપુર ), ૦૨૭૪૨ - ૨૫૨૬૩૪
૧૭ જિલ્લા પંચાયત, સાબરકાંઠા (હીમતનગર), ૦૨૭૭૨ - ૨૪૦૩૫૯
૧૮ જિલ્લા પંચાયત, રાજકોટ, ૦૨૮૧ - ૨૪૪૦૮૮૯
૧૯ જિલ્લા પંચાયત, જામનગર, ૦૨૮૮ - ૨૫૫૬૧૧૯
૨૦ જિલ્લા પંચાયત, કચ્છ ( ભુજ) ૦૨૮૩૨ - ૨૨૧૧૫૫
૨૧ જિલ્લા પંચાયત, સુરેન્‍દ્રનગર, ૦૨૭૫૨ - ૨૮૫૯૦૨
૨૨ જિલ્લા પંચાયત, ભાવનગર, ૦૨૭૮ - ૨૪૩૯૯૩૧
૨૩ જિલ્લા પંચાયત, જુનાગઢ, ૦૨૮૫ - ૨૬૨૦૦૪૬
૨૪ જિલ્લા પંચાયત, પોરબંદર, ૦૨૮૬ - ૨૨૫૨૮૦૯
૨૫ જિલ્લા પંચાયત, અમરેલી, ૦૨૭૯૨ - ૨૨૩૩૨૪
૨૬ જિલ્લા પંચાયત, તાપી (વ્યારા), ૦૨૬૨૬ - ૨૨૦૩૬૫
 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation