આકસ્મિક પાક આયોજન ૨૦૧૯ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

આર.કે.વી.વાય યોજના

દેશમાં કૃષિ વિકાસ દરને વધારવા માટે વર્ષ ૨૦૦૭-૨૦૦૮માં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કરવામાં આવી. જેમાં જમીન, જળ, પાક ઉત્પાદકતા તથા ઉત્પાદન, કૃષિ યાંત્રિકીકરણ, માળખાકીય સુવિધાઓ વગેરે જેવા ઘટકો ઉપર ધ્યાન આપવામાં આવ્યું. અને ૧૧મી પંચવર્ષીય યોજનામાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નો અમલ કરવામાં આવ્યો. તથા ૧૨મી પંચવર્ષીય યોજનામાં પણ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નો અમલ ચાલુ રાખવામા આવેલ છે. તા. ૨૯ મે, ૨૦૦૭ ના રોજ નેશનલ ડેવલોપમેન્ટ કાઉન્સીલ (NDC) ની બેઠકમાં, દેશના કૃષિક્ષેત્રના ધીમા વિકાસ અંગે ચિંતા વ્યકત કરતાં આ RKVY નામની યોજના લાવવાનું ઠરાવ્યું, જે અંતર્ગત કેન્દ્ર ધ્વારા વિશેષ વધારાની સહાય યોજનાનો પારંભ કરવાનું નકકે થયું. કૃષિને પુનર્જીવિત કરવાની રણનીતિનું રાજી તથા કેન્દ્ર સરકારો ધ્વારા આયોજાણ કરવાનું તેમજ ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળાય તેવી કૃષિ વિકાસ બાબતોને સર્વાંગી રીતે ઘડી કાઢવામાં આવે તેવી હાકલ કરવામાં આવી. NDC એ 11 મી પંચવર્ષીય યોજના દરમ્યાન ખેતી વિકાસનો વાર્ષિક દર 4 ટકાની ઊંચાઈએ પહોંચાડવાની પોતાની પ્રતિબધ્ધતા દોહરાવી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ના આરંભ કરાવ્યો.

"રાજ્યોને તેમની ખેતી વિષયક આબોહવા, પરિસ્થિતી, કુદરતી સ્ત્રોત, સમસ્યાઓ અને તંત્રજ્ઞાન સહિત પશુપાલન, મરઘાંપાલન અને મત્સ્યપાલન વ્યવસાયતંત્ર પૂર્ણ ધ્યાને રાખી તેમના કૃષિક્ષેત્ર માટે ખૂબ જ વિસ્તૃત પ્રકારનું આયોજન વિચારવા માટે પ્રોત્સાહિત કરતી એક નવી વધારાની કેન્દ્રીય સહાય યોજના દાખલ કરવી. આ કારણે રાજ્યો માટેની કેન્દ્રીય સહાયની વધારાની યોજનાને કેન્દ્રના કૃષિ મંત્રાલય તેના દ્વારા પુરસ્કૃત હાલની યોજનાઓ ઉપરાંત લાગુ કરશે. રાજ્યવિશેષ રણનિતીને સહાયભૂત થવા ઉપરાંત જમીન સુધારણા અંતર્ગતના લાભાર્થીઓ માટેની વિશેષ યોજના પણ એમાં સામેલ હશે. વળી રાષ્ટ્રીય વર્ષા આધારિત વિસ્તારોના નામથી (નેશનલ રેઈન ફેડ એરિયા ઓથોરીટી) નિર્માણ થયેલું સતાતંત્ર રાજ્યના વર્ષા આધારિત કૃષિ વિસ્તારોમાં આયોજન અંગે વિનંતી અંતર્ગત રાજ્યોને સહાયભૂત થશે.”

યોજનાના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે.

 • કૃષિ અને આનુષંગિક ક્ષેત્રમાં જાહેર મૂડી રોકાણ વધારવા અંગે રાજ્યોને પ્રોત્સાહિત કરવા.
 • કૃષિ અને આનુષંગિક કયોજનાઓની આયોજન પ્રક્રિયા અને તેને કાર્યરત કરવા માટે રાજ્યોને લવચીકતા તેમજ સ્વાયતા પૂરી પાડવી.
 • જીલ્લા તેમજ રાજી કક્ષાની યોજનાઓ, જે ખેત- હવામાન, પરિસ્થિતી,તાંત્રિક/તંત્રજ્ઞાનની ઉપલબદ્ધતા અને કુદરતી સ્ત્રોત આધારીત હોય તે તૈયાર કરવામાં ખાત્રી આપવી.
 • યોગ્ય પ્રયોજનો કરીને કૃષિ અને આનુષંગીક ક્ષેત્રના જુદા-જુદા ઘટકોમાં ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં જથ્થાજન્ય વધારો કરવો
 • સ્થાનીક જરૂરિયાત / પાક/ અગ્રીમતા વગેરે બાબતો રાજ્યની કૃષિ યોજનાઓમાં વધારેમાં વધારે પ્રતિબિંબત થાય તેવું ધ્યાન રાખવું
 • સમયસરની અને ધ્યાન કેન્દ્રીત મધ્યથી કે દરમ્યાન ગિરી દ્વારા, મહત્વપુર્ણ પાકોમાં ઉપજ ઘટનો ગાળો ઓછો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવું.
 • કૃષિ અને આનુષંગિક ક્ષેત્રમાં ખેડૂતોને મહત્તમ વળતર મળે તે જોવું.

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત પાંચ વર્ષમાં મુખ્યત્વે પાક ઉત્પાદકતા વધારવા માટેના પ્રોજેક્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રકચર ને લગતા પ્રોજેક્ટ્સ, સાંસોધન ને લગતા પ્રોજેક્ટ્સ, કૃષિ યાંત્રિકીકરણના પ્રોજેક્ટ વગેરે જેવા પ્રોજેક્ટ્સનો અમલ કરવામાં આવ્યો છે.

પાક ઉત્પાદન વધારવા માટેના પ્રોજેક્ટ્સમાં રેઈનફેડ એરિયા ડેવલોપમેન્ટ, ફોડર ડેવલોપમેન્ટ, નુટ્રિશનલ સિક્યુરિટી મેનેજમેંટ, પલ્સ વિલેજ, પીપીપી મોડ ના પ્રોજેક્ટ્સ, જુદા જુદા પાકનું ઉત્પાદન વધારવા માટેના પ્રોજેક્ટ્સ, બીટી કપાસના બીજ વિતરણનો પ્રોજેક્ટ વગેરે પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે.

યોજનાની વધુ માહિતી

 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation