આકસ્મિક પાક આયોજન ૨૦૨૦ઓર્ગેનીક કોર્નર
કાર્યક્રમો અને યોજનાઓ

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના

જુ઼દા-જુ઼દા ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, સંશોધન, ઔધોગિક, સહકારી ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિનું બહુમાન કરી, સરકાર એવોર્ડ આપે છે. તે જ રીતે કૃષિ ક્ષેત્રમાં ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં અને ઉત્પાદનમાં વધારો કરવામાં તેમજ નવીન તક્નીકો રજુ઼ કરવા માટે કાર્ય કરે છે. તેમની આ કૃષિ ઉત્પાદનલક્ષી શોધખોળને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તે માટે તેમના યોગદાનની કદરરૂપે કૃષિના વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે રાજય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અમલમાં મુક્વામાં આવેલ છે.

 • વિષય – ૧: ગુજ઼રાતના તમામ મુખ્ય પાકો જેવા કે, ધાન્ય પાકો, તેલીબિયાં પાકો, ક્ઠોળ પાકો, ક્પાસ, શેરડી, તમાકુ, બાગાયતી પાકો, તેમજ તેજ઼ાના અને ઔષધીય પાકો પર નવીનતમ પ્રયોગ દ્ધારા આગવી કોઠાસુઝથી વિક્સાવેલ વધુ ઉત્પાદન આપતી નવી જ઼ાતની સિઘ્ધીનું પ્રદાન તેમજ રાજ઼યમાં ઉગાડવામાં આવતા પરંપરાગત પાકોની જ઼ગ્યાએ આગવી સુઝથી નવીન પાક દાખલ કરી તે પાક્ની સફળ ખેતી દ્ધારા વિશિષ્ટ યોગદાન અંગેની સિધ્ધીનું પ્રદાન.
 • વિષય – ૨: જ઼ળ સંચાલન અને વ્યવસ્થા, પિયત પાણીના કરકસરભર્યા અને કાર્યક્ષમ ઉપયોગ દ્ધારા આધુનીક પિયત પઘ્ધતિ દ્ધારા સફળ નમુનારૂપ નિદર્શનરૂપ પાક્ની ખેતી કરી વધુ ઉત્પાદન મેળવેલ સિઘ્ધીનું પ્રદાન અને વરસાદના વહી જ઼તા પાણીને રીચાર્જીંગ અને જુ઼દી જુ઼દી પઘ્ધતિઓ દ્ધારા કુવા/બોરમાં સંગ્રહ કરી કુવા/બોરના તળ ઉંચા લાવવા માટે ખેડૂતોના બહોળા સમુહને પ્રેરણારૂપ બને તેવી અનેરી સિઘ્ધીનું પ્રદાન.
 • વિષય – ૩: વરસાદ આધારિત સુકી ખેતી વિસ્તારમાં સૂકી ખેતી અંગેની આગવી ટેક્નીક વિક્સાવી વરસાદની અછત સમયે સફળ સુકી ખેતી ક્ષેત્રે મેળવેલ સિઘ્ધીનું પ્રદાન.
 • વિષય – ૪: જુ઼દા-જુ઼દા પાકો પર જી઼વાત નિયંત્રણ માટે પ્રયોગ દ્ધારા પોતાની આગવી કોઠાસુઝથી વિક્સાવેલ નવીનતમ સંકલિત જી઼વાત નિયંત્રણ પઘ્ધતિમાં મેળવેલ સિઘ્ધીનું પ્રદાન.
 • વિષય – ૫: ખેતી અંગેની વિવિધ પ્રક્રિયા જ઼ેવી કે, ખેડ, વાવણી, રોપણી, આંતર ખેડ, નિંદામણ, સ્પેસીંગ, કાપણી, થ્રેસીંગ કે અન્ય પ્રકારના ખેતી ઉપયોગી નવીન ખેત ઓજ઼ારોને આગવી કોઠાસુઝથી વિક્સાવવાની સિઘ્ધીનું પ્રદાન.

યોજનાનો લાભ કોણ લઈ શકે?

આ યોજના હેઠળ ગુજરાત રાજયમાં ખેતી કરતા કોઇપણ ખાતેદાર ખેડૂત પુરૂષ કે મહિલા ખેડૂત ભાગ લઇ શકે છે.

યોજનામાં મળતા લાભો

આ યોજના હેઠળ દર વર્ષે જુદા-જુદા પાંચ ક્ષેત્રો પૈકી દરેક ક્ષેત્રમાં પ્રથમ આવનાર એક-એક ખેડુતને રૂ.૫૧૦૦૦/- (અંકે રૂપિયા એકાવન હજાર પુરા) લેખે રોક્ડ પુરસ્કાર, શાલ અને સન્માનપત્ર એનાયત કરવામાં આવે છે અને આ ઉપરાંત આ યોજનામાં ભાગ લેનાર દરેક ક્ષેત્રમાંથી અન્ય પાંચ-પાંચ ખેડૂતો એટલે કે ત્રીસ ખેડૂતોને સન્માનપત્ર આપી શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવે છે.

વધુમાં મધમાખી ઉછેર, મરઘા પાલન, મત્સ્યપાલન વગેરે ક્ષેત્રે ખેડૂતે કરેલ વિશિષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહન રૂપે શાલ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવે છે.

યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય ?

પુરસ્કાર મેળવવા ઇચ્છતા ખેડૂત ભાઇ-બહેનોએ નિયત કરેલ ઉમેદવારી પત્રકમાં અરજી કરી સંબધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે ખેતી નિયામક્શ્રી, ગુજરાત રાજય, કૃષિભવન, ગાંધીનગરને સામાન્ય રીતે દર વર્ષે ૩૧ મી મે પહેલા મોકલી આપવાની હોય છે.

યોજનાની સિધ્ધિ

અ.નં વર્ષ લાભાર્થી ખેડુતોની સંખ્‍યા અ.નં વર્ષ લાભાર્થી ખેડુતોની સંખ્‍યા
૨૦૦૮-૦૯ ૦૬ ૨૦૧૩-૧૪ ૦૫
૨૦૦૯-૧૦ ૧૧ ૨૦૧૪-૧૫ ૦૮
૨૦૧૦-૧૧ ૨૦ ૨૦૧૫-૧૬ ૦૯
૨૦૧૧-૧૨ ૧૭ ૨૦૧૬-૧૭ ૦૪
૨૦૧૨-૧૩ ૧૬ ૧૦ ૨૦૧૭-૧૮ ૦૭

યોજનાના સંબધિત ઠરાવ અથવા અરજીપત્રક

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના ઠરાવો જોવા માટે અહી ક્લિક કરો....

યોજના સંલગ્ન ફોટોગ્રાફસ જો કોઈ હોય તો

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના ફોટોગ્રાફસ જોવા માટે અહી ક્લિક કરો....

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના માટે અરજી કરવા ફોર્મ ડાઉનલોડ કરો...

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર (સજીવ ખેતી) માટેની અરજી કરવા ફોર્મ ડાઉનલોડ કરો...

યોજનાની સફળવાર્તાઓ

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનાની સફળવાર્તાઓ જોવા માટે અહી ક્લીક કરો.

 • ભારત નું નેશનલ પોર્ટલ
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • સોઇલ હેલ્થ કાર્ડ
 • કૃષિ અને સહકાર વિભાગ
 • ભારતીય કૃષિ સંશોધન સમિતિ
 • ભારતીય હવામાન વિભાગ
 • Vibrant Gujarat Summit 2019
 • DigiLocker
Go to Navigation